Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gir Somnath : વેરાવળ બંદર પરથી રૂ.17.28 લાખનાં બ્લેક ટ્રેપ-રેતી, રૂ.20.61 લાખના ડીઝલ, Oil, ગ્રીસનો જથ્થો સીઝ

01:44 PM Mar 03, 2024 | Vipul Sen

Gir Somnath : વેરાવળ બંદર (Veraval Port) પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની સૂચના બાદ ડે. કલેક્ટરની ટીમ દ્વારા બંદર પરથી અનઅધિકૃત ખનીજ અને ડીઝલ, ઓઈલનો મોટો જથ્થો સીઝ કરાયો છે. માહિતી મુજબ, બંદરની માલિકીની જગ્યામાં અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ રૂ. 17.28 લાખની બ્લેક ટ્રેપ અને રેતીનો જથ્થો અને ડીઝલ, ઓઈલ અને ગ્રીસનો રૂ.20.61 લાખનો જથ્થો સીઝ કરાયો છે. આ મામલે હવે ખાણ ખનીજ અને પુરવઠા વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઘારસભ્ય વિમલ ચુડામસમાએ (Vimal Chudamsama) પણ આ મામલે રજૂઆત કરી હતી.

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના વેરાવળ બંદર (Veraval Port) ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની (Digvijay Singh Jadeja) ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વેરાવળ જિલ્લા કલેક્ટરની સૂચના બાદ ડે. કલેક્ટર વિનોદ જોશી (Vinod Joshi) ની ટીમ દ્વારા બાતમીના આધારે બંદર પર અનઅધિકૃત ખનીજ અને ડીઝલ (Diesel), ઓઈલનો મોટો જથ્થો સીઝ કરાયો હતો. આ મામલે જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયા પોસ્ટ થકી માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, સીઆરજેડ વિસ્તારમાં અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલા રૂ. 17.28 લાખની કિંમતની બ્લેક ટ્રેપ અને રેતીનો જથ્થો સીઝ કરાયો છે. 1500થી 1800 ટન બ્લેક ટ્રેપ અને 2900થી 3 હજાર ટન રેતીનો જથ્થો સીધ કરાયો છે. બંનેની કિંમત અંદાજે રૂ. 17.28 લાખ જેટલી થાય છે.

આ સાથે બંદર પરથી રૂ.20.61 લાખની કિંમતનો ડીઝલ (Diesel) અને ઓઇલનો (Oil) જથ્થો પણ સીઝ કરાયો હતો. ઉપરાંત, ઓવર લોડ ટ્રકને રૂ.12 હજારો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ મામલે હવે ખાણ ખનીજ અને પુરવઠા વિભાગ (Department of Mines, Minerals and Supplies) દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માહિતી છે કે, ઘારસભ્ય વિમલ ચુડામસમાએ (Vimal Chudamsama) પણ આ મામલે રજૂઆત કરી હતી. આથી વેરાવળ બંદરમાં જિલ્લા કલેક્ટરની સીધી સૂચના બાદ વેરાવળ ડે. કલેક્ટર જોશીએ ટીમ સાથે મળીને આ કાર્યવાહી કરી હતી.

 

આ પણ વાંચો – Mansukh Vasava : 7મી વખત ટિકિટ મળતા મનસુખ વસાવાનું ભવ્ય સ્વાગત, કહી આ વાત!