Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Mahisagar : લુણાવાડાની જનરલ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું 33 કરોડના ખર્ચે નિર્માણ, PM મોદીએ રાજકોટથી કર્યું ઈ-ઉદઘાટન

11:56 PM Feb 25, 2024 | Vipul Sen

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દ્વારા રાજકોટ (Rajkot) ખાતેથી વર્ચુઅલ રીતે રૂ.33.16 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જનરલ હોસ્પિટલ, લુણાવાડા (Lunawada) ખાતે 150 પથારીનાં નવીન બિલ્ડિંગનું ઈ- ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે, મહીસાગરના (Mahisagar) લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોર (Dr. Kuber Dindor), પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ બાબુ પટેલ, જિલ્લા કલેક્ટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયા સહિત ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, તબીબો અને મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, મહીસાગર (Mahisagar) જિલ્લાના લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં પંચમહાલ (Panchmahal), દાહોદ, અરવલ્લી અને રાજસ્થાનના સરહદી વિસ્તારના અંદાજિત 15 થી 20 લાખ લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓનો સીધો લાભ મળશે. હાલ સુધી હોસ્પિટલમાં પ્રતિ વર્ષ ઓપીડી થકી એક લાખથી વધુ દર્દીઓ સારવાર લે છે. ત્યારે હવે નવીન હોસ્પિટલ (General Hospital) બનવાથી અંદાજિત વાર્ષિક 2 લાખ દર્દીઓ લાભ લઈ શકશે તેવી હોસ્પિટલમાં સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. હાલમાં વાર્ષિક 12000 દર્દીઓને દાખલ કરી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં નવી બિલ્ડિગ બનવાથી વાર્ષિક 3 લાખથી વધુ જેટલા દર્દીઓને દાખલ કરી શકાશે.

નવી હોસ્પિટલમાં અદ્યતન સુવિધા સાથે સારવાર

શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું કે, હાલમાં વાર્ષિક 2500 પ્રસુતિ અને 500 સિઝેરિયન ઓપરેશન થાય છે. જયારે નવી હોસ્પિટલ ખાતે અદ્યતન સુવિધા સાથે સારવાર કરી શકાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લુણાવાડા (Lunawada) ખાતે જનરલ હોસ્પિટલમાં નોંધણી, ઈમરજન્સી, રેડિયોલોજી, ફાર્મસી, લેબર એરિયા, ઓપીડી જેમ કે ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ગાયનેક, જનરલ, ડેન્ટલ, ડાયેટિશિયન, ફિઝિયોથેરાપી જેરિયાટ્રિક, સ્કિન, એનઆરસી, 3 ઓટી કોમ્પ્લેક્સ, લેબોરેટરી સેવા, મેલ અને ફીમેલ વોર્ડ, આઇસોલેશન વોર્ડ, સ્પેશિયલ રૂમ, એન.આઈ.સી.યુ, પી.આઈ.સી.યુ, આઈ.સી.સી.યુ & એસ આઈ સી.યુ, ,બ્લડ બેન્ક, એડમિન ઓફિસ, ઇલેક્ટ્રિકલ & પાવર બેકઅપ સિસ્ટમ, મોર્ચ્યૂરી, લોન્ડ્રી, મેડિકલ ગેસ પાઇપ લાઇન સહિતની સુવિધા ઉપલબ્ધ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (Prime Minister Narendra Modi) લાઈવ પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો સહિત લોકોએ નીહાળ્યું હતું. શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોએ નવીન જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી.

 

આ પણ વાંચો – Ambaji Temple : મુંબઈના માઈભક્તે લાખોની ચાંદીનું આપ્યું દાન, વર્ષોથી કામ-ધંધામાં માતાજીનો ભાગ જમા કરતા હતા