Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ambaji Temple : મુંબઈના માઈભક્તે લાખોની ચાંદીનું આપ્યું દાન, વર્ષોથી કામ-ધંધામાં માતાજીનો ભાગ જમા કરતા હતા

11:13 PM Feb 25, 2024 | Vipul Sen

અંબાજી મંદિર ટ્રસ્ટને (Ambaji Mandir Trust) લાખોની કિંમતની ચાંદીની ભેટ મળી છે. મુંબઈના (Mumbai) એક માઈભક્તે અંબાજી મંદિર ટ્રસ્ટને 12,842 કિલોની ચાંદીની ભેટ આપી છે. માહિતી મુજબ, માઈભક્તે અંબાજી મંદિરમાં (Ambaji Temple) ચાંદીના 17 ચોરસાની ભેટ ધરી છે. મુંબઈના આ માઈભક્તે વર્ષોથી પોતાના કામ-ધંધામાં માતાજીનો ભાગ જમા રાખતા હવે એકત્રિત કરેલા એ ભાગની લાખો રૂપિયાની ચાંદી અંબાજી મંદિર ટ્રસ્ટને ભેટ કરી છે.

આમ તો અવારનવાર માઈભક્તો દ્વારા અંબાજી મંદિરમાં પોતાની યથાશક્તિ પ્રમાણે સોના-ચાંદી અને અન્ય ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવતી હોય છે. ત્યારે હવે વધુ એક માઈભક્તે અંબાજી મંદિર ટ્રસ્ટને (Ambaji Mandir Trust) ચાંદીની ભેટ આપી છે. મુંબઈમાં રહેતા એક માઈભક્તે 12,842 કિલોની ચાંદીની ભેટ આપી છે. જો કે આ માઈભક્તની ઓળખ સામે આવી નથી.

ચાંદીના 17 ચોરસાની ભેટ ધરી

માહિતી મુજબ, ગુપ્તદાન કરનારા આ માઈભક્તે અંબાજી મંદિરમાં (Ambaji Temple) ચાંદીના 17 ચોરસાની ભેટ ધરી છે. એવું જાણવા મળ્યું છે કે, વર્ષોથી પોતાના કામ ધંધામાં માતાજીનો ભાગ જમા રાખતા હવે એકત્રિત કરેલા આ ભાગની લાખો રૂપિયાની ચાંદી માઈભક્તે અંબાજી મંદિર ટ્રસ્ટને ભેટ કરી છે. જો કે, લાખોની ચાંદી અર્પણ કરી ભક્તે પોતાનું નામ ગુપ્ત રાખવા જણાવ્યું હતું. આથી અંબાજી મંદિર ટ્રસ્ટે પણ માઈભક્તની આસ્થા અને શ્રદ્ધાનું માન રાખીને ચાંદીનું ગુપ્તદાન સ્વીકાર્યું હતું. મંદિર ટ્રસ્ટને અર્પણ કરેલ ચાંદીના 17 ચોરસાની અંદાજે કિંમત રૂ.9,24,600 જેટલી થયા છે.

 

આ પણ વાંચો – HM Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રીના આગમન પહેલા અમદાવાદ પોલીસનું જાહેરનામું, તમામ વિસ્તારમાં ‘નો ફ્લાય ઝોન’ જાહેર