મહેસાણાના (MEHSANA) તરભ વાળીનાથ ધામ (Tarabh Valinath Dham) ખાતે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. વાળીનાથ ધામની પાવન ભૂમિ પર ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ કહી શકાય તેવા દિવ્ય પ્રસંગે ગુજરાતના ખૂણેખૂણેથી દિવ્ય આત્માઓ, સાધુ-સંતો અને પીઠાધીશો પધારી રહ્યા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) પણ આ ઐતિહાસિક મહોત્સવના શરૂઆતથી મહાકવરેજ કરી શ્રદ્ધાળુઓના દિલ જીતી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના માધ્યમથી ભક્તો ઘરે બેઠાં બેઠાં આ પવિત્ર ક્ષણના સાક્ષી બની રહ્યા છે.
વાળીનાથ મહાદેવ ધામ તરભ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
દેશ દુનિયામાંથી શ્રદ્ધાળુઓ તરભ ધામ ખાતે ઉમટી પડ્યાં
શ્રદ્ધાળુઓ સાથે રાજકીય – સામાજિક અગ્રણીઓ પણ ઉમટ્યા
પવિત્ર વાળીનાથ ધામ ખાતે અનોખો સંગમ યોજાયો#Gujarat #ValinathDham #TarabhValinathTemple #PranPratisthaMahotsav #Mahayagya… pic.twitter.com/u2ayEUkdwQ— Gujarat First (@GujaratFirst) February 20, 2024
ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની કવરેજના ચારોકોર વખાણ
તરભ વાળીનાથ ધામ (Tarabh Valinath Dham) ખાતે અનોખો સંગમ યોજાઈ રહ્યો છે. 22 ફેબ્રુઆરી સુધી યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે 5 મો દિવસ છે. આ 5 દિવસ દરમિયાન 12 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) એ પણ આ મહોત્સવનો શરૂઆતથી મહાકવરેજ કરી શ્રદ્ધાળુઓના દિલ જીતી લીધા છે. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી લોકો ઘરે બેઠાં બેઠાં ભગવાન વાળીનાથના દર્શન કરી રહ્યા છે અને મહોત્સવના સાક્ષી બની રહ્યા છે. ત્યારે સાધુ-સંતો અને શ્રદ્ધાળઓએ ગુજરાત ફર્સ્ટના આ કાર્યને ખૂબ જ બિરદાવ્યું છે. ગુજરાત ફર્સ્ટના આ કવરેજને લઈ ચારોકોર વખાણ થઈ રહ્યા છે. સાથે ભક્તો પણ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝને અભિનંદન પાઠવી રહ્યા છે.
વાળીનાથ ધામમાં છવાયું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ
ગુજરાત ફર્સ્ટના કવરેજના થઈ રહ્યા છે ચારેકોરથી વખાણ#Gujarat #ValinathDham #TarabhValinathTemple #PranPratisthaMahotsav #Mahayagya #GujaratFirst pic.twitter.com/637BB9mwvT— Gujarat First (@GujaratFirst) February 20, 2024
શ્રદ્ધાળુઓની ભોજન પ્રસાદ બાદ વાસણ ધોઈને અનોખી સેવા
વાળીનાથ તરભધામ Tarabh Valinath Dham) ખાતે સેવા અને ધર્મનો અનોખો સંયોગ થયો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતાં શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ બાદ વાસણ ધોઈને અનોખી સેવા પણ કરી રહ્યા છે. સાથે જ મહિલાઓ ભજન ગાતાં ગાતાં વાસણ ધોઈને અનોખી સેવા કરી રહી છે. તો પુરુષો પણ એમની સાથે આ સેવામાં જોડાયા છે. મહિલા અને પુરુષો માટે અલગ અલગ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે મહિલાઓ દ્વારા શ્રદ્ધાળુઓને ભોજન પણ પરસવામાં આવે છે. અહીં, સેવામાં ગાંધીનગરના (Gandhinagar) રાયસણથી આવેલા વિદ્યાર્થીઓ ભોજન વિતરણની વ્યવસ્થા સંભાળી રહ્યાં છે. અન્નનો બગાડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. છાશ અને દૂધનું પણ વિતરણ કરવામાં આવે છે. મહોત્સવમાં સવારે 9 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા સુધી સતત ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.
Shri Valinath Mandir : હજારોની સંખ્યામાં સેવકો આપી રહ્યાં છે વિવિધ કાર્યોમાં સેવા | Gujarat FIRST
દેશ દુનિયામાંથી શ્રદ્ધાળુઓ તરભ ધામ ખાતે ઉમટી પડ્યાં શ્રદ્ધાળુઓને ધ્યાને રાખી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી ભાઈઓ અને બહેનો માટે ભોજન પ્રસાદની અલગ વ્યવસ્થા રાયસણના વિદ્યાર્થીઓએ ભોજન… pic.twitter.com/IWqbYAHTyE
— Gujarat First (@GujaratFirst) February 20, 2024
ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પણ ધામ પહોંચ્યું
વાળીનાથ ધામ તરભ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રદ્ધાળુઓની સાથે રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ દર્શનાર્થે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસની (Gujarat Congress) એક ટીમ પણ તરભધામ ખાતે પહોંચી છે. તરભધામ ખાતે ભક્તોના ઘોડાપૂર વચ્ચે ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પણ ધામ પહોંચ્યું છે. કોંગ્રેસના નેતાઓએ ભગવાન વાળીનાથના દર્શન કર્યા હતા. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil), અમિત ચાવડા (Amit Chavda), જગદીશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, રઘુભાઈ દેસાઈ, શૈલેષ પરમાર, લાલજીભાઈ દેસાઈ, ગુલાબસિંહ રાજપૂત, લાખાભાઇ ભરવાડ સહિતના નેતાઓ ધામ પધાર્યા હતા. ત્યારે મંદિર સમિતિ દ્વારા કોંગ્રેસના તમામ નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તરભના કોઠારી બાપુને ઇનોવાની ભેટ
તરભ વાળીનાથ ધામ ખાતે હાલ ભક્તિમય માહોલ સર્જાયો છે. અહીં, દેશભરમાંથી આવેલા સંતો એકબીજાને મળીને આનંદ અનુભવી રહ્યા છે તો ક્યાંક ભક્તો અને સંત વચ્ચેનું અનોખું મિલન જોવા મળી રહ્યું છે. પ્રસંગ જ એવો યોજાઈ રહ્યો છે કે જાણે હરિ અને હરનું મિલન થઈ રહ્યું હોય. અહીં આવતા પૂજ્ય સાધુ – સંતોનું સન્માન પણ કરાઈ રહ્યું છે. ભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. એવા જ એક ભક્ત વેલજીભાઈ દેસાઈ દાસજ પરિવાર દ્વારા તરભના કોઠારી બાપુ દશરથગીરી બાપુને (Bapu Dashrathgiri Bapu) ઇનોવા ભેટ આપી કૃતાર્થ થયા છે. તરભ ધામ ખાતે હાલ આખો માહોલ જાણે ભક્તિમય અને ધાર્મિક લાગણીઓથી છલકાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ ધામ પહોંચ્યા
અમદાવાદ (Ahmedabad) જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ (Mahant Dilipadasji Maharaj) પણ તરભ ધામ પહોંચ્યા હતા. દિલીપદાસજી મહારાજે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત પણ કરી હતી. દિલીપદાસજી મહારાજે તરભ વાળીનાથ મહાદેવની તપોભૂમિના વખાણ કરતા જણાવ્યું કે, સનાતન ધર્મના પ્રયાસ માટે આ એક સુંદર પ્રયાસ છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Modi) દ્વારા થોડા સમય પહેલા જ શ્રીરામ મંદિરનું નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠામાં જોડાયા અને ભવ્યાતિભવ્ય આયોજન થયું. હવે, 22 તારીખે તરભ ધામ ખાતે આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર ધાર્મિક વાતાવરણ ગુજરાતના આંગણે જોવા મળશે.
આ પણ વાંચો – Kailash Kher : તરભ વાળીનાથ ધામ ખાતે પરફોર્મ કરશે કૈલાશ ખેર, Gujarat First સાથે કરી ખાસ વાતચીત