Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gandhinagar : સચિવાલયના કર્મચારીઓ માટે ખુશખબર, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી 70 બસનું લોકાર્પણ

08:29 PM Feb 19, 2024 | Vipul Sen

ગાંધીનગર (Gandhinagar) સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે ગાંધીનગર સચિવાલય માટે 70 નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી અને રાજ્યકક્ષાના વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં બસોને લીલીઝંડી અપાઈ હતી.

ગાંધીનગર સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ માટે આજે 70 નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે લીલીઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી અને રાજ્યકક્ષાના વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) સહિત અન્ય નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સચિવાલયના કર્મચારીઓને દૈનિક ધોરણે અપડાઉન માટે હવે આ નવી બસો મળી રહેશે, જેથી તેમને પરિવહનમાં ખૂબ જ સારી સુવિધા મળશે.

સચિવાલય કર્મચારીઓ (Gandhinagar Secretariat) માટે સચિવાલય પોઈન્ટથી 70 નવી બસોનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે. કર્મચારીઓ જે રોજ અપડાઉન કરે છે તેમના માટે આ બસ રૂપી ભેટ ખૂબ જ આશીર્વાદ સમાન છે. આ બસને વિકાસ રૂટ પાટનગર સર્વિસ (Vikas Route Patnagar Service) નામ આપવામાં આવ્યું છે. જો કે, આ પહેલા પણ સચિવાલયના કર્મચારીઓ માટે બસોની સુવિધા હતી. પરંતુ, હવે નવી અને આધુનિક 70 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા અલગ-અલગ નવી અને આધુનિક બસો બનાવવામાં આવી રહી છે, જૂની બસોની જગ્યાએ હવે નવી બસો અમદાવાદ અને ગાંધીનગરના માર્ગો પર દોડતી જોવા મળશે. જણાવી દઈએ કે, સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ અમદાવાદ, દેહગામ, માણસા, બગોદરા સહિતના વિસ્તારોમાંથી આવતા હોય છે અને રોજ અપડાઉન કરતા હોય છે. એવા કર્મચારીઓ માટે હવે અવરજવર કરવી હળવી બનશે.

 

આ પણ વાંચો – Sports Meet 2024 : અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન, ખેલાડીઓને કહી આ વાત