વિધાનસભા સત્ર (Gujarat Assembly Session) દરમિયાન કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) દ્વારા સરકારને વિવિધ મુદ્દાઓ પર સવાલો પૂછવામાં આવ્યા હતા. તેમણે હાર્ટ એટેકથી યુવાનોના થતા મોત અને આયુષ્યમાન કાર્ડને લઈને સવાલો પૂછ્યા હતા. અર્જુન મોઢવાડિયાના સવાલનો સરકારે જવાબ આપતા કહ્યું કે, છેલ્લાં 20 વર્ષમાં બિનચેપી રોગનું પ્રમાણ વધ્યું છે. જે પાછળ તમાકુનું સેવન, જંક ફૂડનું વધારે પડતું સેવન, શારીરિક નિષ્ક્રિયતા, ધૂમ્રપાન, હાઈપર ટેન્શન, ડાયાબિટીસ, વ્યક્તિગત તણાવ અને વારસાગત કારણો હોઈ શકે છે.
વિધાનસભા સત્રમાં (Gujarat Assembly Session) પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhwadia) રાજ્યમાં યુવાઓના હાર્ટ એટેકથી થઈ રહેલા મૃત્યુ અંગે સવાલ પૂછ્યો હતો. જવાબમાં સરકારે જણાવ્યું કે, રાજ્યમાં હાર્ટ એટેકથી (Heart Attack) યુવાનોના થઈ રહેલા મૃત્યુથી સરકાર વાકેફ છે. છેલ્લાં 20 વર્ષમાં બિનચેપી રોગનું પ્રમાણ વધ્યું છે. જે પાછળ તમાકુનું સેવન, જંક ફૂડનું વધારે પડતું સેવન, શારીરિક નિષ્ક્રિયતા, ધૂમ્રપાન, હાઈપર ટેન્શન, ડાયાબિટીસ, વ્યક્તિગત તણાવ અને વારસાગત કારણો હોઈ શકે છે. જો કે, આ બાબતે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ MLA શૈલેષ પરમાર
બીજી તરફ આયુષ્યમાન કાર્ડને (Ayushman Card) લઈને અર્જુન મોઢવાડિયાએ સરકારને પૂછ્યું કે, આ કાર્ડ ઘણી હોસ્પિટલોમાં એક્સેસ થતું નથી એવી ફરિયાદો ઊઠી છે. ઘણી હોસ્પિટલોને પેમેન્ટ પણ મળ્યું નથી. અર્જુન મોઢવાડિયાના સવાલનો જવાબ આપતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) જણાવ્યું કે, આ અંગે ચુકવણી ઝડપથી થાય તેના માટે જે ઇન્શ્યોરન્સ કંપની છે એ બાબતે કાર્યવાહી ચાલુ છે. ઘણી વખત ડેટા ગુમ થવાના કારણે આ સમસ્યા સર્જાય છે. જો કે, જરૂરી સૂચના અપાઈ છે, જેથી દર્દીને તકલીફના ઊભી થાય.
રાજ્યની સરકારી કોલેજોમાં 363 જગ્યાઓ ખાલી
વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન સરકારે સરકારી ભરતી (Government Job) અંગે પણ માહિતી આપી હતી. સરકારે જણાવ્યું કે, રાજ્યમાં સરકારી કોલેજમાં વર્ગ 2 ની કુલ 433 જગ્યા ખાલી છે, જે પૈકી 86 જગ્યાએ ભરતી કરવામાં આવી છે. હાલમાં રાજ્યની સરકારી કોલેજોમાં 363 જગ્યાઓ ખાલી છે. 336 માટે રોસ્ટર મુજબ ભરતી કરવા આયોજન ચાલી રહ્યું છે. આ સાથે સરકારે માહિતી આપી કે, રાજ્યની 13 સરકારી યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ભરતીમાં ગેરરીતિની 31 ફરિયાદ મળી છે. સૌથી વધારે ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિ.માંથી 7- 7 ફરિયાદ મળી છે. જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાંથી 3 ફરિયાદ મળી છે.
ગુજરાતીઓના માથે માથાદીઠ રૂ. 65,597 નું દેવું : શૈલેષ પરમાર
બીજી તરફ કોંગ્રેસ એમએલએ શૈલેષ પરમાર (Shailesh Parmar) દ્વારા સરકાર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. વિધાનસભામાં ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે, રાજ્યનું દેવું સતત વધી રહ્યું છે. સાલ 2022- 23 જે દેવું હતું તેમાં રૂ. 42,409 કરોડનું દેવું વધ્યું છે. આગામી વર્ષોમાં 45 હજાર કરોડનું દેવું થવાની શક્યતા છે. તેમણે આગળ કહ્યું કે, ગુજરાતીઓના માથે માથાદીઠ રૂ. 65,597 નું દેવું છે. તેમણે આરોપ લગાવ્યો કે, રાજ્ય સરકાર રોજનું રૂ. 212 કરોડ નું દેવું કરવા જઈ રહી છે. જ્યારે, દરરોજ દેવાની ચુકવણી રૂ. 80 કરોડ કરવા જઈ રહી છે. શૈલેષ પરમારે કહ્યું કે, સરકારનો બિનવિકાસલક્ષી ખર્ચ રૂ. 82 કરોડ જ્યારે વિકાસલક્ષી ખર્ચ રૂ. 75 કરોડ જેટલો જ છે. કૃષિ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. સરકારની મહેસૂલ આવક છે વર્ષ 2012 માં 14.2 ટકા હતી જે 2023માં ઘટીને 11 ટકા થઈ ગઈ છે.
આ પણ વાંચો – Vadodara : ‘હરણી હત્યાકાંડ’ માં ન્યાય માટે પીડિત પરિવારોનો કલ્પાંત, 4 આરોપી હાલ પણ ફરાર!