Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat : ડુમસમાં કાપડ વેપારી અને મોડલ પ્રેમિકા વચ્ચેના વિવાદમાં જાહેરમાં ફાયરિંગ

09:55 AM Feb 11, 2024 | Vipul Sen

સુરતના (Surat) ડુમસ વિસ્તારમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના બની હોય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે. પરંતુ, ડુમસ પોલીસ (Dumas Police) ચોપડે નોંધાયેલી ફરિયાદ કંઈક બીજું જ કહી રહી છે. સુરતના ડુમસની હોટેલમાં પ્રેમિકાને બીભત્સ ગાળો આપતા ડુમસ પોલીસે વેપારી સામે ગુનો નોંધાયો છે. કાપડ વેપારી અને મોડલ પ્રેમિકા વચ્ચેના વિવાદમાં ડુમસ વીક એન્ડ હોમ્સની બહાર ફાયરિંગ થયું હોવાને લઈ વિવાદ ઊભો થયો છે.

શહેરનાં ડુમસ બીચ અને ડુમસ ગામ (Dumas) નજીક યુવતી અને તેના પરિચીતો વચ્ચે મારામારી અને એક રાઉન્ડ ફાયરિંગની ચર્ચાએ હાલ ડુમસ પોલીસની ઊંઘ હરામ કરી છે. જો કે, વેપારી અને મોડલ પ્રેમિકા વચ્ચેના વિવાદમાં ડુમસ વીક એન્ડ હોમ્સની બહાર ફાયરિંગ થયું હોવાની ઘટનાને લઈ પોલિસ મૌન સેવી રહી છે. સુરતમાં કાપડ વેપારી અને મોડલ વચ્ચેના પ્રેમસંબંધની વેપારીના પરિવારમાં જાણ થતાં હાઈફાઈ વિસ્તાર એટલે કે ઘોડદોડ રોડ (Ghoddod Road) વિસ્તારમાં રહેતા કાપડ વેપારીએ બે દિવસ પહેલા જ પોતાનું ઘર છોડી દીધું હતું. જો કે. તે બાદ ડુમસમાં વિવાદ ઊભો થતા પોલીસની ધમકી આપતાં મામલો થાળે પડયો હતો. પરંતુ, મોડલ યુવતીના મિત્રો વેપારીની મેગેઝિન લઈ જતાં વેપારી પણ ગભરાયો હતો. આખરે સમગ્ર મામલો ડુમસ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

સુરતના (Surat) ઘોડદોડ રોડ ખાતે રહેતા કાપડ વેપારીને તેની મોડલ પ્રેમિકા સાથે ડુમસમાં બોલાચાલી થઈ હતી. સૂત્રો મુજબ, મોડલ યુવતીએ ડુમસ વિકેન્ડ હોમ (Dumas Week & Homes) ખાતે અન્ય મિત્ર અને વેપારીને એક સાથે મળવા બોલાવ્યા હતા. જે બાદ ત્રણેય વચ્ચે થયેલી બોલાચાલી બાદ ડુમસ આવેલા યુવતીના મિત્રે વેપારીની પિસ્તોલ ખેંચીને હવામાં ફાયરિંગ કર્યું હતું અને બાદમાં તેના પિસ્ટલની મેગેઝિન લઈને મિત્રો નીકળી ગયા હતા. જો કે, જાહેરમાં બોલાચાલી થતાં ડુમસ પોલીસને (Dumas Police) જાણ થઈ હતી અને પોલીસે ગુનો નોંધી વેપારી અને યુવતી સહિતના મિત્રો અંગે તપાસ શરૂ કરી હતી.

પ્રેમસંબંધના લીધે કાપડ વેપારીને ઘર છોડવું પડ્યું

રિંગરોડ મિલેનિયમ માર્કેટ-1 માં (Surat) કાપડ ટ્રેડિંગનું કામ કરતો વેપારી સુરત શહેરના ઘોડદોડ રોડ (Ghoddod Road) પર આવેલી શ્રીદર્શન બંગલોમાં રહે છે. 35 વર્ષીય મિતેશ સંપતલાલ જૈન છેલ્લાં આઠેક વર્ષથી અલથાણ ખાતે રહેતી અને મોડેલિંગ કરતી યુવતી સાથે પ્રેમસંબંધમાં હતો. ત્રણ વર્ષ પહેલાં મિતેશના પ્રેમસંબંધની જાણ તેના પરિવારમાં થતાં કલેશ થયો હતો, જેને લઈ મિતેશે પરિવાર અને ઘર બંને છોડવું પડ્યું હતું. ત્યારબાદ તે પોતાના મિત્રના ઘરે રહેવા ગયો હતો. બે દિવસ પહેલાં મિતેશ તેના મિત્ર દીશુંના વીકએન્ડ એડ્રેસના ફ્લેટમાં રહેવા ગયો હતો. આશરે બે દિવસ પહેલાં રાત્રે સાડા અગિયાર વાગ્યે વીકએન્ડ એડ્રેસની સામે આવેલા કાફેમાં તેઓ નાસ્તો કરવા ગયા હતા. ત્યારે મિતેશની નજર તેની મોડલ પ્રેમિકા પર પડી હતી, જેના માટે મિતેશે ઘર છોડ્યું પડ્યું હતું. મોડલ યુવતીને મિતેશ તેના મિત્ર અનુરાગસિંગ અને અન્ય એક મહિલા મિત્ર સાથે કેફેમાં બેસેલી જોઈ હતી. જે બાદ રોષે ભરાતા મિતેશે અને યુવતી સહિત તેના મિત્રો વચ્ચે શાબ્દિક બોલાચાલી થઇ હતી. જો કે, વિવાદ થતાં બંને યુવતીઓ ત્યાંથી જતી રહી હતી.

પ્રેમિકાના મિત્રોએ વેપારી પાસેથી લાઈસન્સવાળી પિસ્તોલ ઝડપી ફાયરિંગ કર્યું

ત્યાર બાદ કાપડ વેપારી મિતેશને યુવતીના મિત્ર વૈભવે ફોન કરી મળવા માટે બોલાવ્યો હતો. વૈભવ સાથે તેના અન્ય ત્રણ મિત્રો પણ હતા. વૈભવ પાસે જતા ‘તું કેમ મારી મિત્રની પાછળ પડયો છે? તેને છોડી દે નહીંતર મજા નહીં રહે’ તેમ કહીં બધાએ મિતેશને ગાળો આપી હતી. આ તમામ વચ્ચે વૈભવ સાથે આવેલા તેના મિત્રએ મિતેશના ખિસ્સામાં મૂકેલી લાઈસન્સવાળી પિસ્ટલ ઝડપી ‘આવી બોઉ બંદૂક જોઇ છે’ તેમ કહીને પિસ્તોલ લોડ કરી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી હતી. જે બાદ મિતેશે તેની પ્રેમિકાને બીભત્સ ગાળો આપી હતી, જેને લઇ વેપારી સામે ડુમસ પોલીસે ગુનો નોંધાયો હતો.

જો કે, ડુમસ પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે કાપડ વેપારી મિતેશને મોડલ યુવતી વીકએન્ડ હોમ્સમાં (Dumas Week & Homes) મળતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ‘કેમ 15 દિવસથી વાત નથી કરતી’ તેમ કહીને મિતેશે તેને ગંદી ગાળો આપી હતી. આ બનાવ બાદ યુવતીએ મિતેશની સામે ફરિયાદ નોંધાવી હતી. જો કે, આ સમગ્ર મામલા વચ્ચે લાઇસન્સવાળી પિસ્તોલથી ફાયરિંગની ઘટનાને લઈને ડુમસ પોલીસે (Dumas Police) મૌન સેવ્યું છે.

અહેવાલ : રાબિયા સાલેહ, સુરત

 

આ પણ વાંચો – SURAT : વાય જંકશન પાસે આંગડિયા પેઢીના ડ્રાઇવર પાસેથી રૂ. 4.40 લાખ ભરેલી બેગ ઝૂંટવી 4 બાઇકસવાર ફરાર