Khatraj PMAY Program: આજે વડાપ્રધાન દ્વારા વિકસિત ભારત, વિકસિત ગુજરાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત PM Narendra Modi એ PMAY હેઠળ 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
- મહેમદાવાદમાં વડાપ્રધાન વર્ચ્યુઅલ રહ્યા ઉપસ્થિત
- સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન
- અંદાજિત 1.27 હજાર આવાસોનું ઈ લોકાર્પણ
મહેમદાવાદમાં વડાપ્રધાન વર્ચ્યુઅલ રહ્યા ઉપસ્થિત
Khatraj PMAY Program
ત્યારે મહેમદાવાદના ખાત્રજ સ્વામિનારાયણ ગ્રાઉન્ડમાં PM Narendra Modi વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને ઈ-લોકાર્પણ અને ખાતમુર્હત કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન
તે સહિત કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન, પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિધાર્થીઓ દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત નવચેતન ગામના મનોજભાઈ પટેલ લાભાર્થી દ્વારા આવાસ યોજના પર પ્રતિભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અંદાજિત 1.27 હજાર આવાસોનું ઈ લોકાર્પણ
પંડિત દિન દયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના 33 જિલ્લામાં અંદાજિત 1.27 હજાર આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુર્હત યોજાયો હતો. આ ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં મહેમદાવાદ અને ખેડા તાલુકાના તાલુકા પંચાયત સભ્યો દરેક ગામના સરપંચ સભ્યો અને લાભાર્થો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Ahmedabad : લગ્નની પહેલી રાતે જ યુવતીએ પતિને કહ્યું….