Devgarh Baria : દેવગઢબારિયા પાલિકા તંત્ર દ્વારા છ લાખ લીટર પાણીની ક્ષમતા વાળી લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ નવીન પાણી ની ટાંકીમાં લીકેજના સમાચાર પ્રસિદ્ધ થતા પાલીકા કર્મી દ્વારા સમાચારને દબાવવા માટે પાણીની ટાંકીને માટલા સાથે સરખાવી લૂલો બચાવ કરતા હોય તેમ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરતા અનેક સવાલો.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા નગરના પાલિકા તંત્ર ની સામે નગરમાં કેટલાક વિસ્તારમાં પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે વર્ષો પહેલા બનાવેલી પાણીની ટાંકી થતા તેને જમીનદોસ્ત કરી તેની જગ્યાએ છ લાખ લિટર પાણીની ક્ષમતા વાળી ૨૫ લાખ રૂપિયાના ખર્ચે નવીન ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું જે પાણીની ટાંકી બન્યાને ટૂંક જ સમયમાં પાણીની ટાંકીમાંથી પાણી લીકેજ થતા લીકેજમાંથી પાણીનો દદુડો પડતો હોય તેમ છેક નીચે સુધી પાણીનો રેલો રેલાતો હતો
જેના સમાચાર પ્રસિદ્ધ થતા પાલિકા તંત્રના પાણી પુરવઠા વિભાગના મદદનીશ પ્રિન્સિપાલ એન્જિનિયર મેકેનિકલ દ્વારા આ સમાચારને દબાવવા માટે કે પછી તેમની ભૂલ ને છુપાવવા માટે આ નવી બનેલી પાણીની ટાંકી ના લીકેજ ને માટલા સાથે સરખાવી માટલામાં જે રીતના ઝમણ થતું હોય છે તેમ આ ટાંકીમાંથી ઝમણ થઈ રહ્યું હોવા નો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મુકતા વીડિયોને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે આ ટાંકી બન્યા પછી ટાંકી બનાવનાર કારીગર દ્વારા પાલિકા તંત્ર ને ટાંકીમાં પાણી ભરવા માટે અવારનવાર કહેવા છતાં પણ ટાંકીમાં બે માસ સુધી આ પાણી ન ભરવાના કારણે આ ટાંકીમાં લીકેજ થયું હોવાનું ટાંકી બનાવનાર કારીગર દ્વારા કહેવાય રહ્યું છે
ત્યારે પાલિકા તંત્ર દ્વારા પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ લાખ્ખો રૂપિયા ના ખર્ચે બનેલી નવી ટાંકીને માટલા સાથે સરખાવી પાલિકાનાં આ પાણી પુરવઠા વિભાગના મદદનીશ પ્રિન્સિપાલ એન્જિનિયર મેકેનિકલ નગરજનો તેમજ સમાચાર પ્રસિદ્ધ કરનાર ને આ કેવો સંદેશો પાઠવ્યો શું આ લાખો રૂપિયાના ખર્ચે બનેલી પાણીની ટાંકી માટલા સમાન ગણનાર આ કર્મી સામે જો ઉચ્ચ સ્તરેથી તપાસ હાથ ધરવામાં આવે તો પાલિકાની અનેક પોલ બહાર આવે તેમ જોવાઈ રહ્યું છે આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદાર લાપરવાહી ધરાવતા કર્મીઓ સામે તપાસનો દોર ચલાવશે કે કેમ એવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
અહેવાલ -ઈરફાન મકરાણી -દેવગઢ બારીયા
આ પણ વાંચો – Jamnagar : બોરવેલ નજીક સમાંતર ખાડો ખોદી બાળકનું 9 કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક રેસ્ક્યૂ