Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : શહેરીજનો માટે મહત્ત્વના સમાચાર, આ ચાર દિવસ સર્જાશે પાણી કાપ, વાંચો વિગત

11:07 AM Feb 06, 2024 | Vipul Sen

અમદાવાદીઓ (Ahmedabad) માટે મોટા સમાચાર આવ્યા છે. આગામી 7, 8, 9 અને 13 ફેબ્રુઆરીના રોજ પાણી કાપ સર્જાશે. પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રીટમેન્ટ પ્લાન્ટને સોલાર સાથે કનેક્ટ કરવાની કામગીરીના પગલે ચાર દિવસ દરમિયાન પાણી કાપ સર્જાશે. આ ચાર દિવસ દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં નાગરિકોને ઓછું પાણી મળશે.

અમદાવાદના (Ahmedabad) નાગરિકોને ચાર દિવસ ઓછું પાણી મળશે. માહિતી મુજબ, ટ્રીટમેન્ટ પ્લાન્ટને સોલાર સાથે કનેક્ટ કરવાની કામગીરીના પગલે શહેરના વિવિધ ઝોનમાં 7, 8, 9 અને 13 ફેબ્રુઆરીના રોજ પાણી કાપ સર્જાશે. જણાવી દઈએ કે, વોટર વર્કસમાંથી રોજનું 1500 MLD જેટલું ચોખ્ખું પાણી નાગરિકોને પૂરું પાડવામાં આવે છે. ત્યારે હવે આ વોટર વર્કસમાં સોલાર સિસ્ટમ (Solar System) મૂકવામાં આવી રહી છે. માહિતી મુજબ, 7 ફેબ્રુઆરીના રોજ ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમમાં પાણી કાપ સર્જાશે. જ્યારે 8 ફેબ્રુઆરીએ પશ્ચિમ-પૂર્વ-ઉત્તર અને દક્ષિણ ઝોનમાં પાણી કાપ રહેશે.

9 ફેબ્રુઆરીએ દક્ષિણ ઝોનમાં પાણી કાપ

9 ફેબ્રુઆરીએની વાત કરીએ તો દક્ષિણ ઝોનમાં પાણી પુરવઠો પ્રભાવિત રહેશે. ત્યારે 13 ફેબ્રુઆરીએ પશ્ચિમ-પૂર્વ-ઉત્તર અને મધ્ય ઝોનમાં પાણી કાપ સર્જાશે. મહિતી મુજબ, ટ્રીટમેન્ટ પ્લાન્ટને સોલાર સાથે કનેક્ટ કરવાથી અને સોલર સિસ્ટમથી 16થી 20 લાખ યુનીટ જેટલી વીજળીની (Electricity) બચત થશે. તેમ જણાવવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો –  Taral Bhatt : જુનાગઢ બદલી બાદ સવા વર્ષમાં 100 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કર્યા, અનફ્રીઝ કરવા મોટી રકમ માગી!