ઉત્તરાયણ (Uttarayan) પછી રાજ્યમાં ઠંડીનો (Winter) ચમકારો વધ્યો છે. ઉત્તર-પશ્ચિમના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગાંધીનગરમાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઉત્તર-પશ્ચિમના ઠંડા પવનોની અસરે રાજ્યમાં મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં (Winter) વધારો થયો છે. સૂકા અને ઠંડા પવનના કારણે લોકો વહેલી સવારે ભારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આગામી બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં રાજ્યમાં લોકો ઠંડીનો ચમકારો અનુભવશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગાંધીનગર ખાતે સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આથી ગાંધીનગરમાં મંગળવારે સૌથી વધુ ઠંડી પડી હતી. જ્યારે અમદાવાદમાં તાપમાન 11.8 ડિગ્રી રહ્યું હતું.
નલિયામાં 10.8 ડિગ્રી, કચ્છમાં ગાઢ ધુમ્મસ
હવામાન વિભાગના આંકડા મુજબ, નલિયામાં 10.8 ડિગ્રી, વડોદરામાં 12.4 ડિગ્રી, રાજકોટમાં 13.0 ડિગ્રી, કેશોદમાં 13.1 ડિગ્રી, કંડલામાં 12.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.7 ડિગ્રી, અમરેલીમાં 11.6 ડિગ્રી અને ડીસામાં 11.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. કચ્છની વાત કરીએ તો જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ (Winter Weather) જોવા મળ્યું છે. વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કચ્છ સહિત અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું છે.
ગાઢ ધુમ્મસના લીધે વડોદરામાં 5 ફ્લાઇટ કેન્સલ
વડોદરાની વાત કરીએ તો ગાઢ ધુમ્મસના કારણે પાંચ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. માહિતી મુજબ, દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરુંની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ફ્લાઇટ્સ કેન્સલ થતા 1200 જેટલા મુસાફરો અટવાયા છે. જ્યારે ગત રવિવારે અને સોમવારે પણ 6 ફ્લાઈટ કેન્સલ થઈ હતી.
આ પણ વાંચો- Ahmedabad : બર્ડ રેસ્ક્યૂ વખતે કરંટ લાગતા ફાયરમેન ભડથું થયો, પરિવારજનોનો આજે AMC કચેરીએ ઘેરાવો, કરી આ માગ