Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Lok Sabha 2024 : કોંગ્રેસને ફટકો! અર્જુન ખાટરિયાએ CM, પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો

10:59 PM Jan 16, 2024 | Vipul Sen

લોકસભાની ચૂંટણી (Lok Sabha 2024) પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. આજરોજ ગાંધીનગરના કમલમ્ (Kamalam) ખાતે રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના આગેવાન નેતા અર્જુન ખાટરિયાએ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની (CR Patil) હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.

લોકસભા ચૂંટણી-2024ને (Lok Sabha 2024) લઈ રાજ્યમાં સત્તાધીશ ભારતીય જનતા પાર્ટી (BJP) એ તમામ 26 બેઠકોને જીતવાનો લક્ષ્ય નક્કિ કર્યો છે. આ લક્ષ્ય મેળવવા માટે પાર્ટીએ પૂરજોશમાં તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત બીજેપી દ્વારા બેઠકોનો દોર શરૂ કરી રણનીતિ ઘડવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે રાજ્ય કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે.

જિલ્લા પંચાયતના ચાર સદસ્યો પણ BJP માં સામેલ

રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના આગેવાન નેતા અર્જુન ખાટરિયાએ (Arjun Khatria) લોકસભાની ચૂંટણી (Lok Sabha 2024) પહેલા આજે એટલે કે 16 જાન્યુઆરીના રોજ ગાંધીનગરના કમલમ્ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આ સમયે અન્ય નેતાઓ અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા. અર્જુન ખાટરિયા સાથે જિલ્લા પંચાયતના ચાર સદસ્યો જસદણથી ચૂંટાયેલા શારદાબેન ધડુક, ઉપલેટાથી ચૂંટાયેલા મીરાબેન ભાલોડિયા, ગીતાબેન સોમાણી અને ગીતાબેન ચાવડાએ પણ કોંગ્રેસનો હાથ છોડીને બીજેપીનો કેસરિયા ખેસ ધારણ કર્યો હતો. માહિતી મુજબ, જિલ્લા-તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો પૈકી ભાજપમાં જોડાયા હોય તેમની સંખ્યા લગભગ 40 જેટલી છે.

2017 માં ખાટરિયા વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી હાર્યા હતા

અર્જુન ખાટરિયા સહકારી આગેવાન ઘનશ્યામભી ખાટરિયાના પુત્ર છે. તેઓ અર્જુનભાઈ વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને 15,397 મતથી હાર્યા હતા. આગામી સમયમાં રાજકોટ જિલ્લામાંથી કોંગ્રેસના અન્ય આગેવાનો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

 

આ પણ વાંચો – Gujarat First at Ayodhya : હજારો દીવડાથી ઝળહળી ઊઠ્યો સરયુ નદીનો કિનારો, ચારેકોર ભક્તિનો માહોલ