Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Result 2023 : TAT-HS પરીક્ષાનું પરિણામ જાહેર, એક ક્લિક પર જોવાશે રિઝલ્ટ

07:13 PM Nov 28, 2023 | Hiren Dave

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સપ્ટેમ્બર માસમાં લેવામાં આવેલી ધોરણ-11 અને 12ની સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની અભિરૂચી કસોટી- ઉચ્ચતર માધ્યમિક (TAT-HS) મેઈન્સનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. મહત્વનું છે કે આ પરીક્ષા TAT-HS મેઈન્સની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 44 હજાર જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર થી જોઈ શકાશે.

 

 

ગુજરાત ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT) હાયર સેકન્ડરી (HS) Mains 2023ના પરિણામો રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં ભાગ લીધો હતો તેઓ તેમના પરિણામો સત્તાવાર પોર્ટલ sebexam.org પર જોઈ શકે છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં 2564 ઉમેદવારોએ 140થી વધુ ગુણ, જ્યારે 59 ઉમેદવારોએ 120થી વધુ ગુણ મેળવ્યા હતા.

 

કેવી રીતે પરિણામ જોઈ શકશો?

  • sebexam.org પર ગુજરાત SEB પોર્ટલ પર જાઓ
  • હોમપેજ પર, પરિણામ લિંક પર ક્લિક કરો
  • અહીં Confirmation Number અને Date of Birthની વિગત ભરો.
  • ત્યારબાદ તમારું પરિણામો સ્ક્રીન પર જોઈ શકાશે
  • પરિણામ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ લઈ શકો છો.

 

સમગ્ર ગુજરાતમાં 243 કેન્દ્રો પર પાંચ ઝોનમાં યોજાયેલી આ પરીક્ષામાં 41,250 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જે ઉમેદવારોના નામ મેરિટ હોય તેઓ 1 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર, 2023 દરમિયાન sebexam.org પર ઑનલાઇન અરજી કરી શકે છે.આ TAT-HS મેઈન્સની પરીક્ષામાં ગુજરાતી,અંગ્રેજી અને હિન્દી માધ્યમના ઉમેદવારોએ એક્ઝામ આપી હતી. આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યના 44 હજાર જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, વડોદરા અને સુરતમાં લેવામાં આવી હતી. હવે આ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેને રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકાશે.

 

આ  પણ  વાંચો –ATGL : અમદાવાદ ખાતે ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ