+

સુરતમાં AAPના વધુ કોર્પોરેટરો ભાજપમાં જોડાવવાની અફવા પર પૂર્ણવિરામ!

સુરતમાં AAPના વધુ કોર્પોરેટરો ભાજપમાં જોડાય તેવા એંધાણ સર્જાયા હતા જે બાદ રાજકારણ ગરમાયુ હતું. મહત્વનું છે કે વિપક્ષ નેતા સહિતના આપના કોર્પોરેટરો ભાજપમાં જોડાનાર પાંચ કોર્પોરેટરનું સભ્યપદ રદ થાય તે માટે કોર્પોરેશનમાં મ્યુનિ.કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ સમયે કોર્પોરેટરો સૂચક રીતે ગેરહાજર હતા જેના કારણે તેઓ ભાજપમાં જોડાશે તેવી વાતોના કારણે રાજકારણ ગરમાયુ હતું. ત્યારે હ
સુરતમાં AAPના વધુ કોર્પોરેટરો ભાજપમાં જોડાય તેવા એંધાણ સર્જાયા હતા જે બાદ રાજકારણ ગરમાયુ હતું. મહત્વનું છે કે વિપક્ષ નેતા સહિતના આપના કોર્પોરેટરો ભાજપમાં જોડાનાર પાંચ કોર્પોરેટરનું સભ્યપદ રદ થાય તે માટે કોર્પોરેશનમાં મ્યુનિ.કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ સમયે કોર્પોરેટરો સૂચક રીતે ગેરહાજર હતા જેના કારણે તેઓ ભાજપમાં જોડાશે તેવી વાતોના કારણે રાજકારણ ગરમાયુ હતું. ત્યારે હવે મનપાના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ કોર્પોરેટરો ભાજપમાં જોડાશે તેવી અફવાઓનું ખંડન કર્યુ હતું.
‘પ્રોમિસ ડે’ પર AAPના કોર્પોરેટરનું પ્રોમિસ
ધર્મેશ ભંડેરીએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી કે ‘કેટલાક સામાજિક તો કેટલાક પારિવારિક પ્રસંગમાં હાજર હતા’.
આમ આદમી પાર્ટીના દંડક ભાવના સોલંકી, જ્યોકિતા લાઠિયા, મનિષા કુકડિયા, ઋતા દુધાગરા અને વિપુલ મોવલિયાએ ગયા અઠવાડિયે આપ સાથે છેડો ફાડ્યો હતો. હવે તેઓનું સભ્યપદ રદ થાય તે માટે આપના કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીને લેખિત રજૂઆત કરવા એકઠા થયા હતા. વિપક્ષી નેતા ધર્મેશ ભંડારીએ રજૂઆત વખતે ગેરહાજર રહેલા કોર્પોરેટરો પાસે ખુલાસો માંગ્યો હતો. જેમાં કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ બાઈકમાં પંક્ચર પડ્યું હોવાનું જણાવ્યુ હતું. તો અન્ય કોર્પોરેટરોએ પણ લગ્ન પ્રસંગમાં તથા અન્ય પારિવારિક પ્રસંગમાં હોવાનું જણાવ્યુ હતું. થોડા દિવસો પહેલા જ ઘનશ્યામ મકવાણાએ ભાજપ તરફથી ફોન આવ્યો હોવાનો દાવો કર્યો હતો. 

 પાંચ કોર્પોરેટરના સભ્યપદ રદ વખતે આપના 22 કોર્પોરેટરમાંથી 14 કોર્પોરેટર પાલિકામાં હાજર રહ્યા હતા. બાકીના 8 કોર્પોરેટર જુદાજુદા કારણોસર ગેરહાજર રહેતા અનેક અટકળો તેજ બની હતી. 

વિજય સુંવાળાએ AAP ન છોડવાના ખાધા હતા સોગંધ
મહત્વનું છે કે આ અગાઉ વિજય સુંવાળા પણ ભાજપમાં જોડાયા હતા. સોશિયલ મીડિયામાં વિજય સુંવાળાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓએ કહ્યુ હતું કે ‘હું માતાજીના સોગંધ લઉ છું, કે ક્યારેય AAP નહીં છોડું’.
 
Whatsapp share
facebook twitter