+

જ્યારે પાકિસ્તાને કહ્યું, “લતા મંગેશકર આપી દો અને કાશ્મીર લઈ લો”

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ખાટો-મીઠો પ્રેમ જગ જાહેર છે. પરંતુ બંને દેશો વચ્ચે એક એવો દોર હતો, જેણે બંને દેશોના લોકોને એકબીજા સાથે જોડી રાખ્યા હતા. બંને દેશોને જોડી રાખવાનો દ્વાર હતો સ્વર કોકિલા લતા મંગેશકર. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે માત્ર એક દેશ જ બે ભાગમાં વિભાજીત ન હતો થયો. પરંતુ લોકોના પ્રિય ગાયિકા લતા મંગેશકર પણ સંગીતપ્રેમીઓથી દૂર થઈ ગયા હતા. જો કે, દૂર હોવા છતાં, પાકિસ્તાની àª
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ખાટો-મીઠો પ્રેમ જગ જાહેર છે. પરંતુ બંને દેશો વચ્ચે એક એવો દોર હતો, જેણે બંને દેશોના લોકોને એકબીજા સાથે જોડી રાખ્યા હતા. બંને દેશોને જોડી રાખવાનો દ્વાર હતો સ્વર કોકિલા લતા મંગેશકર. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે માત્ર એક દેશ જ બે ભાગમાં વિભાજીત ન હતો થયો. પરંતુ લોકોના પ્રિય ગાયિકા લતા મંગેશકર પણ સંગીતપ્રેમીઓથી દૂર થઈ ગયા હતા. જો કે, દૂર હોવા છતાં, પાકિસ્તાની સંગીત પ્રેમીઓ ક્યારેય પોતાને લતા દીદીથી અલગ કરી શક્યા નહીં. તે હંમેશા ઈચ્છતા હતા કે, ગમે તે થાય પણ લતાજી તેમની પાસે આવે. આ માટે તેઓ કાશ્મીર પણ આપવા તૈયાર હતા.
ચાહકોમાં માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ ઘણા દિગ્ગજ ગાયકો
કહેવાય છે કે ઓલ ઈન્ડિયા રેડિયોને એક પત્ર આપવામાં આવ્યો હતો. આ પત્રમાં લતા મંગેશકર વિશે કહેવામાં આવ્યું હતું કે ‘હિન્દુસ્તાને કાશ્મીર રાખવું જોઈએ, પરંતુ લતા મંગેશકર પાકિસ્તાનને આપી દેવા જોઈએ’. લતા મંગેશકરના ચાહકોમાં માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ ઘણા દિગ્ગજ ગાયકો પણ સામેલ હતા. મહાન ગાયિકા નૂરજહાંનું નામ પણ આ યાદીમાં છે.
એકવાર લતા મંગેશકર વિશે વાત કરતી વખતે નૂરજહાંએ કહ્યું હતું કે ‘લોકો મારી પ્રશંસા કરે છે’. પરંતુ લતા મંગેશકર એક છે, તેમના જેવું આજ સુધી કોઈ જન્મ્યું નથી. આ બાબતો પરથી સમજી શકાય છે કે લતા મંગેશકર પાકિસ્તાની લોકો માટે કેટલા મહત્વના હતા. ભારતમાં રહીને પણ તે પાકિસ્તાની લોકોનો જીવ બની ગયા હતા.
લતા મંગેશકર મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના એવા દિગ્જ  ગાયક હતા કે જેની ઉણપ વાસ્તવિકતામાં ક્યારેય ભરી શકાશે નહીં. લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી, પરંતુ અપેક્ષા છે કે તેમના સદાબહાર ગીતો બંને દેશને જોડી રાખશે.
Whatsapp share
facebook twitter