Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ ટોપ-10ની યાદીમાં સામેલ

05:00 PM Apr 23, 2023 | Vipul Pandya

કોરોના કાળમાં સૌથી વધુ અસર હવાઈ સેવા પર થઇ હતી જેને પગલે અનેક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટો રદ થઇ હતી. આ બધા વચ્ચે મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

2021માં અમદાવાદ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ ટોપ 10માં

કોરોનાના કપરા કાળમાં પણ હવાઈ મુસાફરીની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. વર્ષ 2021માં ડોમેસ્ટિક અમદાવાદ એરપોર્ટ દેશમાં 8માં સ્થાને જયારે ઇન્ટરનેશનલ એરપોર્ટ 9માં સ્થાને રહ્યું છે.ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી  88,286 પેસેન્જરોએ મુસાફરી કરી છે. મુસાફરોની વ્યસ્તતાની વાત કરવામાં આવે તો ડોમેસ્ટિક એરપોર્ટ 7માં સ્થાને, જયારે 4.86 લાખ ઇન્ટરનેશનલ પેસેન્જરોની સંખ્યા સાથે આંતરરા્ટ્રીય એરપોર્ટ 10 માં સ્થાને રહ્યું હતું. દેશમાં સૌથું વધુ ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ પેસેન્જરોની સંખ્યા સાથે દિલ્લી પ્રથમ નંબર પર સૌથી વ્યસ્ત એરપોર્ટ રહ્યું હતું. એક જ દિવસમાં મુસાફરોની સરેરાશ સંખ્યા 24, 241નોંધાઇ છે. 

અમદાવાદ એરપોર્ટ પર ની આંકડાકીય મુસાફરો ની સંખ્યા ની વાત કરીએ તો જાન્યુઆરીથી ડિસેમ્બર 2021 દરમિયાન કુલ 56.84 લાખ પેસેન્જરોએ મુસાફરી કરી જેમાં દરરોજના મુસાફરોની સંખ્યાની વાત કરીએ તો અંદાજિત રોજના 15,573 જેટલી હતી.જયારે 2021ના અંતમાં કુલ 7,51,476 મુસાફરો એ મુસાફરી કરતા એક જ દિવસમાં મુસાફરોની સરેરાશ સંખ્યા 24,241 નોંધાઈ છે.

2021માં પેસેન્જરોની સંખ્યા મામલે ટોપ 10 એરપોર્ટ

આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક મુસાફરોની આંકડાકિય  માહિતની વાત કરીએ તો
1 દિલ્લી 54,91,687 દિલ્હી 3,16,48,270
2 મુંબઈ 24,28,077 મુંબઈ 1,73,58,435
3 કોચી 18,44,898 બેંગાલુરુ 1,51,25,460
4 ચેન્નઈ 12,97,475 કોલકાતા 1,08,64,030
5 કોઝીકોડ 12,28,399 હૈદરાબાદ 1,07,95,565
6 હૈદરાબાદ 12,07,478 ચેન્નઈ 7,76,579
7 બેંગલુરુ 9,47,549 અમદાવાદ 51,98,609
8 ત્રિવેન્દ્રમ 8,52,524 ગોવા 51,43,114
9 લખનઉ 5,41,570 પુણે 32,90,128
10 અમદાવાદ 4,85,475 ગુવાહાટી 31,97,519