+

ગિફ્ટ સિટીમાં ફિનટેક યુનિવર્સિટીનું કરાશે નિર્માણ, ટેકનોલોજીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થશે ફાયદો…

નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં ગિફ્ટ સિટીમાં ફિનટેક યુનિવર્સિટીની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. આ સાથે ઈન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર પણ શરૂ કરવામાં આવશે જેના કારણે ફોરેન કંપનીઓને નવા યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે. વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવર્સિટી થકી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ફિનટેક-ટેકનિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરાશે. અત્યાર સુધી ગિફ્ટ સિટીની ઓળખ ફાઈà
નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં ગિફ્ટ સિટીમાં ફિનટેક યુનિવર્સિટીની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. આ સાથે ઈન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર પણ શરૂ કરવામાં આવશે જેના કારણે ફોરેન કંપનીઓને નવા યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે. 
વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવર્સિટી થકી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ફિનટેક-ટેકનિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરાશે. અત્યાર સુધી ગિફ્ટ સિટીની ઓળખ ફાઈનાન્સિયલ સિટી તરીકેની હતી. હવે ગિફ્ટ સિટી અભ્યાસનું પણ કેન્દ્ર બનશે. આર્બિટેશન સેન્ટરની સ્થાપના થવાના કારણે ફોરેનની કંપનીઓને ગિફ્ટ સિટીમાં યુનિટની સ્થાપના કરવામાં પ્રોત્સાહન મળશે. 
સાયન્સ-ટેકનોલોજી ક્ષેત્રને અપાશે પ્રાધાન્ય 
કેન્દ્ર સરકારે સાયન્સ ટેક, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ સ્ટ્રીમને તેની શિક્ષણ પોલિસીમાં અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. આ કારણથી ફિનટેક અને સાયન્સ ટેકનોલોજી પર ભાર મૂકાશે. 
ટેકનોલોજી -ફાઈનાન્સના વિદ્યાર્થીઓને થશે ફાયદો 
ફિનટેક યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાતના કારણે આ ક્ષેત્રનો અભ્યાસ કરવાનું ઈચ્છતા વિદ્યાર્થીઓને લાભ મળશે. આંતરરાષ્ટ્રીય આર્બિટેશન સેન્ટરની સ્થાપના થવાથી ગિફ્ટ સિટીમાં સ્થપાયેલી કંપનીઓનો જો કોઈ વિવાદ થયો હોય તો તેનો ઝડપથી ઉકેલ આવી શકશે.
Whatsapp share
facebook twitter