Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીમાંથી મળશે રાહત, તાપમાન 4થી 5 ડિગ્રી વધશે તેવું અનુમાન

09:45 PM May 09, 2023 | Vipul Pandya

રાજ્યમાં આગામી કેટલાક દિવસ દરમિયાન લોકોને ઠંડીમાંથી રાહત મળશે. જોકે ત્યારબાદ તાપમાન આંશિક ઘટશે અને લોકોને વધુ એકવાર ઠંડીનો સામનો કરવો પડશે. અમદાવાદ શહેરમાં આજે મંગળવારે વહેલી સવારે જાણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ ઉભું થયું હતુ. ધુમ્મસના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારથી જ ધુમ્મસને પગલે વિઝિબિલીટી ઘટતા વાહન ચાલકોને હેડલાઈટ ચાલુ કરી વાહન હંકારવાની ફરજ પડી હતી.
રાજ્યના અનેક શહેરમાં આગામી 3 દિવસ ઠંડીનું પ્રમાણ ઘટશે જેને પગલે તાપમાન 4થી 5 ડિગ્રી વધશે તેવું અનુમાન છે. ફેબ્રુઆરી મહિનામાં 15 તારીખ સુધી તાપમાનમાં ઠંડક અનુભવાશે બાદમાં ગરમીની આંશિક શરૂઆત થશે. તો બીજી ફેબ્રુઆરીએ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દરિયા પર પવનો ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયાનો ન ખેડવા જણાવ્યું છે.
ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઠંડી 2 ડીગ્રી સુધી ઘટી હતી, જેને લઇ 8 દિવસ બાદ ઠંડીનો પારો 11 ડીગ્રી પાર પહોંચ્યો હતો. કાતિલ ઠંડીથી રાહત વચ્ચે દિવસનું તાપમાન પણ આંશિક વધતાં 29 ડિગ્રીની આસપાસ રહ્યું હતું, જેના કારણે બપોરના સમયે સામાન્ય ગરમીનો અનુભવ શરૂ થયો છે. ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી ત્રણેક દિવસ રહેવાની સંભાવના છે. ભેજવાળા પવનને કારણે અંશત: વાદળછાયું વાતાવરણ બની રહેશે. તેમજ તાપામાનમાં સામાન્ય ફેરફાર જોવા મળી શકે છે. તો આગામી 3 ફેબ્રુઆરી સુધીમાં લઘુતમ તાપમાન 2થી 4 ડીગ્રી વધી શકે છે.