+

આયુર્વેદ અને હોમિયોપેથી કોર્સમાં આજથી ચોઇસ ફિલિંગ શરૂ

કોરોનાને લઇને લોકો આજકાલ હોમિયોપેથી અને આયુર્વેદ તરફ વળી છે. ત્યારે વધતી જતી માગ અને વિદ્યાર્થીઓમાં વધતા જતા ક્રેઝના પગલે હોમિયોપેથી અને આયુર્વેદની ચોઇસ ફીલિંગ મંગળવારથી શરૂ થઇ છે. આ બંને વર્ગના વિદ્યાર્થીઓ માટે ચોઇઝ ફિલિંગ અને સીટ એલોટમેન્ટની કાર્યવાહી શરૂ થઇ છે. શૈક્ષણિક વર્ગ 2021-22ના અનુસ્નાતક આયુર્વેદ અને હોમિયોપેથી કોર્સના પ્રથમ વર્ષ માટે રાજ્યની કોલેજની સ્ટેટ ક્વોટાની àª
કોરોનાને લઇને લોકો આજકાલ હોમિયોપેથી અને આયુર્વેદ તરફ વળી છે. ત્યારે વધતી જતી માગ અને વિદ્યાર્થીઓમાં વધતા જતા ક્રેઝના પગલે હોમિયોપેથી અને આયુર્વેદની ચોઇસ ફીલિંગ મંગળવારથી શરૂ થઇ છે. આ બંને વર્ગના વિદ્યાર્થીઓ માટે ચોઇઝ ફિલિંગ અને સીટ એલોટમેન્ટની કાર્યવાહી શરૂ થઇ છે. શૈક્ષણિક વર્ગ 2021-22ના અનુસ્નાતક આયુર્વેદ અને હોમિયોપેથી કોર્સના પ્રથમ વર્ષ માટે રાજ્યની કોલેજની સ્ટેટ ક્વોટાની બેઠકો તેમજ સ્વનિર્ભર સંસ્થાની 15 ટકા ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટે પ્રથમ રાઉન્ડની ઓનલાઇન ચોઇસ ફીલિંગ સીટ એલોટમેન્ટની જાહેરાત કરાઈ છે. મંગળવારથી ગુરૂવાર સુધી સવારે 10થી સાંજે 6 સુધીમાં પ્રથમ રાઉન્ડ માટેના ચોઇસ ફીલિંગની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે આગામી 4 ફેબ્રુઆરીએ 12 કલાક સુધીમાં સીટ એલોટમેન્ટની જાહેરાત કરાશે.
Whatsapp share
facebook twitter