Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદમાં મહિલા સાથે ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડશિપ કરી મગાવ્યા અશ્લીલ ફોટો, મહિલાએ ફોટો ન આપતા આપી ધમકી

03:50 PM Apr 25, 2023 | Vipul Pandya

સોશિયલ મીડિયા પર મૈત્રી કેટલી નુકસાનકારક સાબિત થઇ શકે છે. એવો એક ચિંતાજનક અમદાવાદનો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં આરોપી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર મહિલા સાથે મિત્રતા કેળવવામાં આવી હતી અને બાદમાં તેના વિશ્વાસમાં લઇ તેના ન્યુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી કે, ઇન્સ્ટાગ્રામ પર એક શખ્સે ફેક એકાઉન્ટ બનાવી તેને રિક્વેસ્ટ મોકલી હતી અને તેને મેસેજ કરી તેની સાથે મિત્રતા કેળવી હતી. અને મિત્રતાના બહાને  મહિલાના ન્યૂડ ફોટો મેળવી વાયરલ કરવાની ધમકી આપતો હતો.
ફરિયાદના પગલે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી હતી અને ટેકનીકલ એનાલિસિસ કરતાં આ યુવક ઉંઝાનો બિપીનચંદ્ર મેવાડા હોવાનું સામે આવ્યું હતું. સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન તેને જણાવ્યું હતું કે, તેને આરોપીએ મહિલા સાથે ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી મારફતે મિત્રતા કેળવી હતી. અને ફરિયાદી મહિલાના ન્યુડ ફોટો મેળવ્યા હતા. જો કે આટલેથી ના અટકતા આરોપીએ આ મહિલાના તેમજ અન્ય યુવતીના ન્યૂડ ફોટા મોકલવા પણ દબાણ કરતો હતો. અને જો મહિલા ફોટા નહીં મોકલે તો મહિલાના ન્યૂડ ફોટો તેને બનાવેલ અલગ-અલગ ફેક એકાઉન્ટ મારફતે વાયરલ કરવાની ધમકી આપવાની શરૂ કરી હતી. જેને લઈને 24 વર્ષીય આરોપીની સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.