Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનને ટિકિટો રદ થતા 22 કરોડનું નુકસાન

10:16 AM Apr 21, 2023 | Vipul Pandya

કોરોનાએ ભારતીય અર્થવ્યવસ્થાની સાથે સાથે ભારતીય અર્થવ્યવસ્થાને દોડાવવામાં આધારભૂત એવા ટ્રાન્સપોર્ટના ક્ષેત્રોને પણ મોટી હાની પહોંચાડી છે. બસ હજુ પણ ઓછી જનસંખ્યામાં ચાલી રહી છે પણ ટ્રેનને ખૂબ મોટો ફટકો પડી રહ્યો છે. દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની અસર જોવા મળી રહી છે ત્યારે રેલવે તંત્રને પણ તેની અસર થઇ છે. કોરોનાના કારણે મુસાફરોએ મોટા પાયે રેલવે રીઝર્વેશન કેન્સલ કરાવતા રેલવેને રિફંડ આપવું પડ્યું છે. પશ્ચિમ રેલવે અમદાવાદ ડીવીઝનની વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં 12 કરોડ રુપિયાની ટિકિટ કેન્સલ થઇ છે. જાન્યુઆરીમા 15 તારીખ થી 31 જાન્યુઆરી સુધીની વાત કરીએ 10 કરોડથી વધુ નાણાં પાછા આપવામાં આવ્યા છે. કોરોનાના કારણે ટ્રેનની સંખ્યા પણ ઘટાડો કરી દેવામા આવ્યો છે. કોરોના અગાઉ અમદાવાદ ડિવિઝનની 110 જેટલી ટ્રેન દોડતી હતી જે ઘટીને અમદાવાદથી 90 ટ્રેનો વિવિધ શહેરો માટે જાય છે. કોરોનાની ત્રીજી લહેર હવે અંત તરફ છે ત્યારે આગામી દિવસોમાં ફરી ટ્રેનમા મુસાફરોની સંખ્યામા વધારો કરાશે.