+

ગીર સોમનાથના માછીમારના મૃતદેહને વતન લવાયો, પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા અંતિમવિધિ કરાઇ

પાકિસ્તાનની જેલમાં બે વર્ષથી સબડતા એક માછીમારનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે. દોઢ માસ પૂર્વે મોતને ભેટેલા ગીર સોમનાથના સુત્રાપાડાના માછીમાર જયંતી સોલંકીનો મૃતદેહ આખરે તેના માદરે વતન પહોંચ્યો છે. મૃતક માછીમારના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો છે. માછીમારના મોતથી તેના પરિવારમાં શોક છવાયો છે. ઘરના મોભીના મોતથી પરિવારમાં આક્રંદ છે. ગમગીનીભર્યા વાતાવરણમાં માછીમારના પરિવાર àª
પાકિસ્તાનની જેલમાં બે વર્ષથી સબડતા એક માછીમારનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે. દોઢ માસ પૂર્વે મોતને ભેટેલા ગીર સોમનાથના સુત્રાપાડાના માછીમાર જયંતી સોલંકીનો મૃતદેહ આખરે તેના માદરે વતન પહોંચ્યો છે. મૃતક માછીમારના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો છે. માછીમારના મોતથી તેના પરિવારમાં શોક છવાયો છે. ઘરના મોભીના મોતથી પરિવારમાં આક્રંદ છે. ગમગીનીભર્યા વાતાવરણમાં માછીમારના પરિવાર અને સમાજના આગેવાનોએ તેની અંતિમવિધિ કરી હતી.
કરસન સોલંકી ફેબ્રુઆરી 2020માં પોરબંદરની રસુલ સાગર બોટમાં માછીમારી કરવા નીકળ્યો હતો‌. ત્યારે પાકિસ્તાની મરીન સિક્યોરિટી એજન્સી‌ દ્વારા બોટના ખલાસી અને માછીમારોનું અપહરણ કરી પાકિસ્તાન લઈ જવાયા‌. તમામ માછીમારોને બંધક બનાવી પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવ્યા હતા‌. જેમાં સુત્રાપાડાનો જેન્તી કરસન પણ સજા ભોગવી રહ્યો હતો. દોઢ માસ પૂર્વેજ જયંતિનું મોત થયું હતું. મૃતદેહ મેળવવા ભારતીય એજન્સી અને ગુજરાત ફિશરીઝ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે દોઢ મહિનાના લાંબા સમય બાદ માછીમારના પરિવારને તેનો મૃતદેહ આપવામાં આવ્યો.
Whatsapp share
facebook twitter