Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાત યુનિવર્સિટી દ્વારા 4 દિવસ અગાઉ LLM સેમિસ્ટર-3ની પરીક્ષા જાહેર કરાતા વિરોધ

09:02 PM Apr 23, 2023 | Vipul Pandya

ગુજરાત યુનિવર્સિટી દ્વારા 27 જાન્યુઆરીએ પરિપત્ર દ્વારા LLM સેમિસ્ટર-3ની પરીક્ષા જાહેર કરવામાં આવી છે, જેને કારણે વિદ્યાર્થીઓમાં જાએ તો જાએ કહાં જેવી સ્તિથિ નિર્માણ થઈ છે. આ રીતે અચાનક પરીક્ષાની જાહેરાત કરાતા વિદ્યાર્થીઓના હિત માટે NSUIએ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની માગણી કરી છે. LLM સેમિસ્ટર-3ની પરીક્ષા આપવા આવનારા મોટા ભાગના વિદ્યાર્થીઓ અમદાવાદ બહારના છે. જેથી કરીને તેમને રહેણાંક શોધવામાં પણ મુશ્કેલી સર્જાઈ શકે છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે સમય પણ ઓછો છે. જેને લઈને વિદ્યાર્થીઓ નારાજ થયા છે.