+

સુરતમાં ફાયર NOC માટે લાંચ માગતો અધિકારી ઝડપાયો

રાજ્યમાં અવાર-નવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવે છે. જેને લઇ સરકારે તમામ એકમો માટે ફાયર સેફટી ફરજીયાત કરી છે. આ અંતર્ગત વિવિધ એકમો દ્વારા ફાયર NOC લેવામાં આવી રહી છે.  ત્યારે તેનો લાભ કેટલાક લાંચિયા અધિકારીઓ ઉઠાવી રહ્યાં છે. સુરતના મોટા વરાછા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ફાયર ઓફિસર બેચર સોલંકીને ACB દ્વારા 30 હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. ફરિયાદીએ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની ફાયર NOC
રાજ્યમાં અવાર-નવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવે છે. જેને લઇ સરકારે તમામ એકમો માટે ફાયર સેફટી ફરજીયાત કરી છે. આ અંતર્ગત વિવિધ એકમો દ્વારા ફાયર NOC લેવામાં આવી રહી છે.  ત્યારે તેનો લાભ કેટલાક લાંચિયા અધિકારીઓ ઉઠાવી રહ્યાં છે. સુરતના મોટા વરાછા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ફાયર ઓફિસર બેચર સોલંકીને ACB દ્વારા 30 હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. ફરિયાદીએ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની ફાયર NOC રીન્યુ કરાવવા માટે સુરત મનપામાં અરજી કરી હતી. ત્યારે ફાયર ઓફિસર બેચર સોલંકીએ ફરિયાદીને NOC લેવું હોય તો 30 હજાર આપવા પડશે તેવું કહ્યું હતું. જે અંગે ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. બાદમાં ACBએ છટકું ગોઠવી ફાયર ઓફિસર અને તેના મળતિયાને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
Whatsapp share
facebook twitter