+

રમકડાં વિક્રેતાઓને ગુજરાત ચેમ્બરનો સાથ

આખા ભારતમાં અંદાજે દોઢ મિલિયન ડોલરનું રમકડાં બજાર છે જે સતત આગળ વધતું જાય છે, પરંતુ રમકડાની ગુણવત્તા સુધરે તે માટે હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ ફરજિયાત કરવાની વાત આવી છે ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારને નિવેદન કરાયું છે કે જ્યાં સુધી જૂનો માલ ખાલી ન થાય ત્યાં સુધી સર્ટીફિકેટ ફરજિયાત કરવાની ઉતાવળ ન કરવી જોઈએ જેથી નાના-મોટા વિક્રેતાઓને તેનો માલ પડà«

આખા ભારતમાં અંદાજે દોઢ મિલિયન ડોલરનું
રમકડાં બજાર છે જે સતત આગળ વધતું જાય છે
, પરંતુ રમકડાની
ગુણવત્તા સુધરે તે માટે હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ ફરજિયાત
કરવાની વાત આવી છે ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારને નિવેદન કરાયું
છે કે જ્યાં સુધી જૂનો માલ ખાલી ન થાય ત્યાં સુધી સર્ટીફિકેટ ફરજિયાત કરવાની ઉતાવળ
ન કરવી જોઈએ જેથી નાના-મોટા વિક્રેતાઓને તેનો માલ પડી ન રહે અને મોટું નુકસાન
વેઠવાનો વારો ન આવે.

 

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હેમંતભાઈ શાહે જણાવ્યું હતું કે
ભારતના રમકડા ઉદ્યોગમાં વિશાળ તકો ઉપલબ્ધ છે. તેમણે રમકડાંની સલામતી
અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા લેવામાં આવેલી
પહેલને બિરદાવી હતી. તેમણે રમકડાં પર
BIS પ્રમાણપત્ર
ફરજિયાત બનાવવાના નિર્ણયને કારણે રમકડા ઉદ્યોગને જે સમસ્યાનો સામનો કરવો પડ્યો છે
તેનો પણ ઉલ્લેખ કર્યો હતો અને સૂચન કર્યું હતું કે રમકડાના રિટેલરોને તેમના હાલના
સ્ટોકને ખાલી કરવા માટે થોડો સમય આપવો જોઈએ.

 

ગુજરાતમાં વાર્ષિક 15 થી 20 કરોડનું રમકડાં માર્કેટ છે. આ ઉપરાંત
મહારાષ્ટ્ર તમિલનાડુ પણ મોખરાના રાજ્યો છે. જોકે નાના બાળકો રમકડાને મોઢામાં નાખે
અને બાદમાં એવા પ્લાસ્ટિકમાંથી પણ અમુક રમકડા બને છે જે પર્યાવરણ માટે પણ હાનિકારક
છે. આથી જ ભારત સરકારે તેની ગુણવત્તા સુધારવા સર્ટિફિકેટ ફરજિયાત કરવાનો નિર્ણય
કર્યો છે.

 

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રી અને ઘી અમદાવાદ ટોય એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે પરિસંવાદનું આયોજન
કરવામાં આવ્યું હતું અને રમકડા ઉદ્યોગને પડનારી મુશ્કેલીઓ ઉપર ચર્ચા કરી હતી.
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના વૈજ્ઞાનિક ડી
, શિવ પ્રકાશે લાયસન્સ આપવાની પ્રક્રિયા અને રમકડાં સંબંધિત ઉત્પાદન
માટેની વિશિષ્ટ માર્ગદર્શિકા ઉપર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

Whatsapp share
facebook twitter