Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતીય ક્રિકેટમાં જેમનો ચાલી રહ્યો છે એક્કો, એ ક્રિકેટરે એક દિવસ ખુદને કરી લીધા હતા 14 દિવસ સુધી ઘરમાં કેદ, જાણો કોણ છે તે ક્રિકટર…

07:37 PM Apr 17, 2023 | Vipul Pandya

હાલ આઇપીએલથી
લઇને ભારતીય ક્રિકેટ ટીમમાં જેમનો એક્કો ચાલે છે. અને હાલમાં જ આઇપીએલની નવી ટીમ લખનઉના
કેપ્ટન બનેલા કે.એલ.રાહુલની આ વાત ઘણા ઓછા લોકો જાણતા હશે. હાલ જે કે.એલ.રાહુલનો સમય
ચાલે છે તેનાથી વિપરીત 2 વર્ષ પહેલા સ્થિતિ એકદમ અલગ હતી. રાહુલ એ પોતાના કરિયરમાં
એક એવી ભૂલ કરી હતી કે જેના કારણે તેમને ટીમ ઇન્ડિયામાંથી બહાર કરી દીધા હતા. અને તેમને
સસ્પેન્ડ પણ કરી દેવાયા હતા. એક સમય તો એવો હતો કે. રાહુલને ઘરની બહાર નીકળવામાં પણ
ડર લાગતો હતો.

 

વાત છે વર્ષ
2019ની જ્યારે બીસીસીઆઇએ તેમને સસ્પેન્ડ કર્યા હતા. 11 જાન્યુઆરી 2019ના દિવસે કે.એલ.રાહુલને
બીસીસીઆઇએ સસ્પેન્ડ કરી અને ટીમમાંથી અસ્થાઇ રૂપથી બહાર કરી દીધા હતા. તેમને સસ્પેન્ડ
કરવાનું કારણ હતું કે તેઓએ ભારતની ટીમના ઓલરાઉન્ડર અને હાલ અમદાવાદની આઇપીએલની ટીમના
કેપ્ટન હાર્દિક પંડ્યાની સાથે કોફી વિથ કરણમાં મહિલા વિરુદ્ધ અપમાનજનક વાત કરી હતી.

 

હાર્દિક પંડ્યા
અને કે.એલ.રાહુલની મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક વાત કરવાને લઇ ઘણો વિવાદ થયો હતો. જેના
કારણે બીસીસીઆઇએ તેમને ચાલુ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાંથી પરત બોલાવી લીધા હતા. અને સાથે
જ તેમને સસ્પેન્ડ પણ કરી દીધા હતા. આ ઘટના બાદ કે.એલ.રાહુલ અંદરથી તૂટી ગયા હતા. એક
ઇન્ટરવ્યું દરમિયાન તેમણે કહ્યું હતું કે
,
સસ્પેન્ડ થયા પછી તેઓએ 2 અઠવાડિયા સુધી ખુદને એક રૂમમાં બંધ કરી દીધા
હતા.

 

એ સમય એવો
હતો જ્યારે તેમને ઘરમાંથી બહાર આવતા પણ ડર લાગતો હતો. અને તેમની માનસીક સ્થિતિ પણ બગડી
રહી હતી. જો કે બાદમાં બીસીસીઆઇએ તેમના પરથી સસ્પેન્શન દૂરી કરી દીધું હતું. હાલ તો
તેઓ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અને લખનઉની આઇપીએલની ટીમના કેપ્ટન છે. અને તેમનું ફોર્મ
પણ શાનદાર ચાલે છે.