+

NSEના IPO માટે હજુ રાહ જોવી પડશે, વિક્રમ લિમય નહિ રહે CEO

NSEના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિક્રમ લિમયેનો કાર્યકાળ આ વર્ષે જુલાઈમાં પૂરો થઈ રહ્યો છે. તેમણે નિર્ણય લીધો છે કે તેઓ સીઈઓ તરીકે બીજા તબક્કામાં કામ નહીં કરે. મતલબ કે કંપનીના નવા સીઈઓ NSE IPOની જવાબદારી સંભાળશે.  થોડા દિવસો પહેલા, મીડિયા એ  NSEના પબ્લિક ઈશ્યુ વિશે પૂછ્યું હતું, ત્યારે લિમયેએ કહ્યું હતું કે હવે તેના અંગે કશું નક્કી કરવામાં આવ્યું નથી, મેં બોર્ડને કહ્યું છે કે હું બીજી ટર્મ à
NSEના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિક્રમ લિમયેનો કાર્યકાળ આ વર્ષે જુલાઈમાં પૂરો થઈ રહ્યો છે. તેમણે નિર્ણય લીધો છે કે તેઓ સીઈઓ તરીકે બીજા તબક્કામાં કામ નહીં કરે. મતલબ કે કંપનીના નવા સીઈઓ NSE IPOની જવાબદારી સંભાળશે.  થોડા દિવસો પહેલા, મીડિયા એ  NSEના પબ્લિક ઈશ્યુ વિશે પૂછ્યું હતું, ત્યારે લિમયેએ કહ્યું હતું કે હવે તેના અંગે કશું નક્કી કરવામાં આવ્યું નથી, મેં બોર્ડને કહ્યું છે કે હું બીજી ટર્મ કરવા માંગતો નથી. તેથી જ હું પ્રક્રિયામાં સામેલ નથી થઈ રહ્યો.”
લિમયેએ કહ્યું, “મારો કાર્યકાળ 16મી જુલાઈ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. મેં આ સંસ્થાને ખૂબ જ મુશ્કેલ સમયમાં સંભાળી છે અને તેને કાયાપલટ કરવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. ધંધાકીય વૃદ્ધિ, ટેક્નોલોજી, ગવર્નન્સ, રેગ્યુલેટર નિયમોનો અમલ વગેરે જેવી ઘણી બાબતો સારી રીતે કરી છે. હું તમામ હિતધારકો, નિયમનકારો અને સરકારનો તેમના સમર્થન માટે આભારી છું.”
NSEનું બોર્ડ 4 માર્ચે નવા CEO માટે અરજીઓ મંગાવી રહ્યું છે. કો-લોકેશન સ્કેમમાં ફસાયેલા ચિત્રા રામકૃષ્ણને તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ તેમનું પદ છોડવું પડ્યું હતું. ત્યાર બાદ વિક્રમ લિમયેને 5 વર્ષ માટે CEO બનાવવામાં આવ્યા. ચિત્રા રામકૃષ્ણ હાલમાં કો-લોકેશન કૌભાંડમાં 7 દિવસની કસ્ટડીમાં છે.
Whatsapp share
facebook twitter