+

યુક્રેન યુદ્ધ પર NATO દેશ સાથે બાઇડેનની બેઠક, સમગ્ર વિશ્વની બેઠક પર નજર

સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન યુક્રેન રશિયાના જંગ ની વચ્ચે મહત્વની બેઠક કરી રહ્યા છે. જેમાં યુરોપીય સંઘ, બ્રિટ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પોલેન્ડ અને જાપાન તથા રોમાનિયા ભાગ લેશે. આ બેઠકમાં થનારા નિર્ણય પર સમગ્ર વિશ્વની નજર છે.બેલારુસની પણ સૈનિકો મોકલવાની તૈયારી   બીજી તરફ યુક્રેન જંગમાં માનવામાં આવી રહ્યું છે કે બેલારુસ પણ જંગમાં મદદ માટે પોતાના સૈનિકોને યુક્રેàª

સોમવારે
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન યુક્રેન રશિયાના જંગ ની વચ્ચે મહત્વની બેઠક કરી રહ્યા
છે. જેમાં યુરોપીય સંઘ, બ્રિટ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પોલેન્ડ અને જાપાન
તથા રોમાનિયા ભાગ લેશે. આ બેઠકમાં થનારા નિર્ણય પર સમગ્ર વિશ્વની નજર છે.


બેલારુસની પણ સૈનિકો મોકલવાની તૈયારી 

 બીજી
તરફ યુક્રેન જંગમાં માનવામાં આવી રહ્યું છે કે બેલારુસ પણ જંગમાં મદદ માટે પોતાના
સૈનિકોને યુક્રેન મોકલવાની તૈયારી કરી રહી છે. યુદ્ધની પહેલા બેલારુસમાં રશીયાએ
લાંબો યુદ્ધાભ્યાસ કર્યો હતો . જો કે રવિવારે રશિયાનું પ્રતિનિધીમંડળ યુક્રેનની
સાથે વાતચીત માટે બેલારુસ પહોંચ્યું હતું પણ જેલેન્સ્કીએ બેલારુસમાં મંત્રણા કરવાનો
ઇન્કાર કરી દીધો હતો.

ભારતના વલણ પર પણ સૌની નજર 

જો કે
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયાની વિરુદ્ધ મતદાન કરવામાં પરહેજ કર્યો
હતો. એવામાં યુક્રેનમાં ફસાયેલા કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પોલેન્ડની
સાથે યુક્રેન સરહદ પર તેમની સાથે યોગ્ય વર્તાવ કરાયો ન હતો. ઠંડીમાં તેમના
રાખવામાં આવ્યા હતા અને ખાવા પીવાની પણ વ્યવસ્થા ન હતી કારણ કે ભારતની તરફથી
સુરક્ષા પરિષદમાં રશિયાનો વિરોધ કરાયો ન હતો.


સંયુકત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી ઇમરજન્સી બેઠક પર પણ નજર 

 બીજી
તરફ યુક્રેન સાથેના જંગમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઇમરજન્સી બેઠક પણ બોલાવી છે. સોમવારે
સવારે 10 વાગ્યાથી આ બેઠક શરુ થશે. સંયુકત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રના અધ્યક્ષ
અબ્દુલા શાહિદ આ સત્રની અધ્યક્ષતા કરશે. સંયુકત રાષ્ટ્રના ઇતિહાસમાં 11મી વખત એવું
બનશે જયાં આ પ્રકારની ઇમરજન્સી બેઠક બોલાવામાં આવી છે. ચોંકવનારા સમાચાર મુજબ
રશિયાના હુમલામાં યુક્રેનના 352 સામાન્ય નાગરીકોના મોત થયા છે જેમાં 14 બાળકોનો પણ
સમાવેશ થાય છે.

 

Whatsapp share
facebook twitter