+

રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 10 હજાર જેટલા પ્રવાસી શિક્ષકોની થશે તાત્કાલિક નિયુક્તિ

કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે સોમવારથી ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અને પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લઈને અને વિદ્યાર્થિઓનું શિક્ષણ બગડે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 10 હજાર જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલીક નિયુક્તિ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી આ અંગે જાહેરાત કરી છે અને જણા

કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે સોમવારથી ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અને પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લઈને અને વિદ્યાર્થિઓનું શિક્ષણ બગડે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 10 હજાર જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલીક નિયુક્તિ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી આ અંગે જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે આ નિર્ણય અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે 

શિક્ષકોની નિયુક્તિ માટે રૂ.10.50 કરોડની જોગવાઈ કરાઈ

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં ઉપયોગી થશે. તેમજ યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોની નિમણૂંક કરી શિક્ષણકાર્યમાં જોડવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.10.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સોમવારથી રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ શરૂ
બે દિવસ પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં સોમવારથી શાળા-કોલેજો સંપૂર્ણ ઓફલાઈન શરૂ કરવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

10 વર્ષ બાદ શિક્ષકોના બદલીના નિયમોમાં ફેરફાર 

રાજ્યમાં શિક્ષણ વિભાગે રાજ્યના શિક્ષકોના સંગઠન સાથે બેઠક યોજી હતી. જે બાદ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. 10 વર્ષ બાદ શિક્ષકોની બદલી-બઢતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ગુરૂવારે

શિક્ષણમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે અત્યાર સુધી જે શિક્ષકોની બદલી થઇ ગઈ છે પરંતુ 10 ટકા કરતાં વધુ જગ્યાઓ ખાલી પડતી હોવાના કારણે તેઓ છૂટા થઇ શક્યાં નથી.  બદલી પામેલા તમામ શિક્ષકોને ખાસ કિસ્સા તરીકે છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે શાળામાં બદલીવાળા શિક્ષકોને છૂટા કરવાના કારણે શૂન્ય શિક્ષકવાળી શાળા થતી હોય ત્યાં છેલ્લે છૂટા થવા પાત્ર શિક્ષકને નવા શિક્ષક આવે ત્યારે જ છૂટા થવાનું રહેશે. આ નિર્ણયથી લગભગ 3-4 હજાર શિક્ષકો છૂટા થઈ જશે. છેલ્લા ત્રણ વર્ષમાં બદલી થયેલી હોય અને છૂટા ન કરાયા હોય તેવા તમામ શિક્ષકોને પણ આ નિર્ણય લાગુ પડશે. શિક્ષણ વિભાગનો આ નિર્ણય સીધી રીતે રાજ્યના 2 લાખ શિક્ષકોને અસર થશે.
Whatsapp share
facebook twitter