+

ભેજાબાજનું કારસ્તાન ! કલેકટરના ડોક્યુમેન્ટ ઉપર i-phoneની લોન લઇ લીધી

ભરૂચ જિલ્લા અધિક કલેક્ટ પર બેંકમાંથી ફોન આવ્યો સાહેબ તમારી લોન હજુ બાકી પડી છે... સાંભળીને પહેલા તો અધિક કલેકટર સાહેબ થોડાં મૂંઝવણમાં મુકાયાં, બાદમાં ખબર પડી કે તેમની સાથે છેતરપીંડી થઇ છે.આ આંખ ઉઘાડનારો કિસ્સો ભરૂચ જિલ્લાના ક્લાસ વન અધિકારી સાથે થયો છે. ભરૂચ જિલ્લાના અધિક કલેક્ટર ઉપર બેંકમાંથી ફોન આવ્યો હતો કે તમે iphoneની લોન લીધી છે હજુ ભરપાઈ કરી નથી આ વાત સાંભળી અધિક કલેક્ટર ચિંતાà
ભરૂચ જિલ્લા અધિક કલેક્ટ પર બેંકમાંથી ફોન આવ્યો સાહેબ તમારી લોન હજુ બાકી પડી છે… સાંભળીને પહેલા તો અધિક કલેકટર સાહેબ થોડાં મૂંઝવણમાં મુકાયાં, બાદમાં ખબર પડી કે તેમની સાથે છેતરપીંડી થઇ છે.
આ આંખ ઉઘાડનારો કિસ્સો ભરૂચ જિલ્લાના ક્લાસ વન અધિકારી સાથે થયો છે. ભરૂચ જિલ્લાના અધિક કલેક્ટર ઉપર બેંકમાંથી ફોન આવ્યો હતો કે તમે iphoneની લોન લીધી છે હજુ ભરપાઈ કરી નથી આ વાત સાંભળી અધિક કલેક્ટર ચિંતામાં મુકાયા અને તપાસ દરમિયાન તેઓના ડોક્યુમેન્ટના આધારે કોઈ અજાણ્યા ભેજા બાજે i-phone લેવા માટે રૂપિયા 85990ની લોન લીધી હોવાની ઘટના સામે આવતા ભરૂચ જિલ્લા અધિક કલેક્ટરે એ ડિવિઝન પોલીસમાં મથકે અજાણ્યા ભેજા બાજ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. 
ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર ભરૂચ જિલ્લા અધિક કલેક્ટર ક્લાસ વન ઓફિસર જે.ડી.પટેલને બેંકમાંથી ફોન આવ્યો હતો. જેમને બેંકમાંથી કહ્યું હતું સાહેબ તમે 29 મે 2018ના રોજ iphone માટે લોન લીધી હતી તેની ચુકવણી બાકી છે. તપાસ દરમિયાન તેઓના પાનકાર્ડ આધારકાર્ડનો ઉપયોગ કરી આઈડીએફસી બેંક નોઈડા શાખામાંથી રૂપિયા 85,990ની લોન કોઈ ભેજા બાજે લીધી હોવાની ઘટના સામે આવતા જિલ્લા અધિક કલેક્ટર જે ડી પટેલ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સોશિયલ મીડિયાના જમાનામાં વિવિધ લોનના નામે છેતરપિંડી થતી હોવાની અનેક ફરિયાદો છાશવારે સામે આવી રહી છે, ત્યારે સાયબર ઝોન પણ નાગરિકોને અપીલ કરી રહી છે કે સોશિયલ મીડિયા થકી કોઈ પણ જાતની લોન લેતા પહેલાં ચેતોજો. કારણ કે ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં નાનકડી લોન લેવાની લાયમાં પણ પોતાના તમામ ડોક્યુમેન્ટ આપી દેતા હોય છે જેનો ઉપયોગ ભેજાબાજો ગેરકાયદેસર રીતે કરતા હોવાની અનેક ફરિયાદો આવારનવાર સામે આવી રહી છે. 
Whatsapp share
facebook twitter