+

VADODARA : પ્લાસ્ટીક દાણ વચ્ચે સંતાડીને લઇ જવાતો વિદેશી દારૂ જપ્ત કરતી ગ્રામ્ય LCB

VADODARA : વડોદરા ગ્રામ્ય એલસીબી (VADODARA RURAL LCB) દ્વારા પ્લાસ્ટીકના દાણ વચ્ચે સંતાડીને લાવવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. એલસીબી દ્વારા ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં…

VADODARA : વડોદરા ગ્રામ્ય એલસીબી (VADODARA RURAL LCB) દ્વારા પ્લાસ્ટીકના દાણ વચ્ચે સંતાડીને લાવવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. એલસીબી દ્વારા ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. આ કાર્યવાહીમાં જરોદ પોલીસ મથક (JAROD POLICE STATION) માં પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે.

ચાલકની અટકાયત

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (VADODARA RURAL LOCAL CRIME BRANCH) દ્વારા પ્લાસ્ટીકના દાણ વચ્ચે સંતાડીને લઇ જવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં દારૂ લઇ જનાર ચાલકની અટકાયત કરવામાં આવી છે. અને તેની સામે જરોદ પોલીસ મથકમાં પ્રોહીબીશન અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

ટ્રક ગોધરાથી વડોદરા તરફ આવતો

વડોદરા ગ્રામ્ય એલસીબી પ્રોહીબીશન અને જુગારના કેસો શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેવામાં તાજેતરમાં ગ્રામ્ય એલસીબીના પીએસઆઇ તથા ટીમ હાઇવે પર પેટ્રોલિંગમાં હતા. તેવામાં એલસીબીની ટીમને બાતમી મળી કે, ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરીને ટ્રક ગોધરાથી વડોદરા તરફ આવી રહ્યો છે. જેને ધ્યાને રાખીને ટીમ હાલોલ વડોદરા રોડ પર આમલીયારા બસ સ્ટેન્ડ પાસે વોચમાં ગોઠવાઇ હતી.

બેરલમાં સંતાડેલો દારૂ

દરમિયાન બાતમીથી મળતી આવતી ટ્રક આવતા જ તેને રોકવામાં આવી હતી. ટ્રકના ચાલકનું નામ તેણે હિરાલાલ દુરખન શાહ (રહે. તાઉ ચોક, દિલ્હી) હોવાનું જણાવ્યું હતું. અને ટ્રકમાં પ્લાસ્ટીકના દાણા ભરેલા હોવાનું તેણે જણાવ્યું હતું. જે બાદ એલસીબીની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદર તપાસ કરતા પ્લાસ્ટીકના દાણની બેગોની આડમાં બેરલમાં સંતાડેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ

ઉપરોક્ત કાર્યવાહીમાં ગ્રામ્ય એલસીબી દ્વારા રૂ. 3.83 લાખનો દવિદેશી દારૂ. રૂ. 10 લાખનો ટેમ્પો, પ્લાસ્ટીકના દાણ ભરેલી બેગ રૂ. 9.52 લાખ મળીને કુલ રૂ. 23.46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર મામલે જરોદ પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે. આમ, ચૂંટણી પતી ગયા બાદ પણ બુટલેગરો સામે વડોદરા ગ્રામ્ય એલસીબીની તવાઇ ચાલુ જ રહી હોવાનું ધ્યાને આવ્યું છે.

આ પણ વાંચો — Election : IFFCO માં બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીનો જામ્યો જંગ

Whatsapp share
facebook twitter