+

મહાભારતમાં શકૂનિ મામાના પાત્રને જીવંત કરનારા Gufi Paintal નુ નિધન

Gufi Paintal Passed Away: મનોરંજન જગતમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. સીરિયલ ‘મહાભારત’માં શકુની મામાનો રોલ કરનાર પીઢ અભિનેતા ગૂફી પેન્ટલનું (Gufi Paintal) નિધન થયું છે. તેમનું લાંબી…

Gufi Paintal Passed Away: મનોરંજન જગતમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. સીરિયલ ‘મહાભારત’માં શકુની મામાનો રોલ કરનાર પીઢ અભિનેતા ગૂફી પેન્ટલનું (Gufi Paintal) નિધન થયું છે. તેમનું લાંબી માંદગી બાદ અવસાન થયું. અભિનેતાના નિધનના સમાચારથી ટીવી અને સિનેમા જગતમાં શોક છવાયો છે.

હોસ્પિટલમાં એડમીટ હતા

ટેલિવિઝનની દુનિયામાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વરિષ્ઠ અભિનેતા ગૂફી પેન્ટલનું મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. ગૂફી છેલ્લા કેટલાક દિવસોથી હૃદય અને કિડનીની બિમારીને કારણે છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની હાલત નાજુક હતી. ગૂફી પેન્ટલ ઘણા શોમાં નજર આવ્યા હતા. જો કે તેમને મુખ્યત્વે ‘મહાભારત’માં શકુની મામાની ભૂમિકાથી ઓળખ મળી હતી. તેમના નિધનના સમાચારથી ટીવી જગત શોકમાં છે.

મહાભારતથી મળી ઓળખ

ગુફી પેન્ટલે સૌથી મોટી લોકપ્રિય ધારાવાહિક મહાભારતમાં શકુનિ મામાની ભૂમિકા ભજવી હતી. તેમને આ રોલ દ્વારા અલગ ઓળખ મળી હતી.

આર્મી છોડીને અભિનેતા બન્યા

ગુફી પેન્ટલને લોકો ટીવી શો ‘મહાભારત’ના શકુની મામા તરીકે ઓળખે છે. તેની મોટી ફેન ફોલોઈંગ હતી. પરંતુ ગૂફી પેન્ટલ એક્ટર બનતા પહેલા સેનામાં હતા. પરંતુ તેનો ભાઈ અમરજીત પેંટલ પહેલેથી જ બોલિવૂડમાં હતા. આવી સ્થિતિમાં પોતાના ભાઈને જોઈને ગૂફી પેન્ટલ પણ મુંબઈ આવી ગયા અને અભિનેતા તરીકે પોતાની ઓળખ બનાવી.

આ પણ વાંચો : બોલિવૂડથી આવ્યા ખરાબ સમાચાર, અમિતાભ બચ્ચનની ઓનસ્ક્રીન માતાનું નિધન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter