+

GTU સાયબર સિક્યોરીટીઝ, IOT, AI અને ઓટોમેશન ટેક્નોલોજી ક્ષેત્રે કુલ 133 વિદ્યાર્થીઓને 12 સપ્તાહની ઈન્ટર્નશિપ કરાવશે

રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યાર્થીઓમાં જે-તે વિષયલક્ષી થીયરીની સાથે-સાથે નવીનત્તમ ટેક્નોલોજી આધારીત પ્રેક્ટિકલ જ્ઞાન કેળવવા માટે પણ વિશેષ ભાર મૂકવામાં આવેલ છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન તમામ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સેમેસ્ટર-8માં વિવિધ ઔદ્યોગીક એકમો ખાતે ઈન્ટર્નશિપ કરતાં હોય છે. વિદ્યાર્થીઓને આ પ્રકારની ઈન્ટર્નશિપનો લાભ યુનિવરà«
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યાર્થીઓમાં જે-તે વિષયલક્ષી થીયરીની સાથે-સાથે નવીનત્તમ ટેક્નોલોજી આધારીત પ્રેક્ટિકલ જ્ઞાન કેળવવા માટે પણ વિશેષ ભાર મૂકવામાં આવેલ છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન તમામ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સેમેસ્ટર-8માં વિવિધ ઔદ્યોગીક એકમો ખાતે ઈન્ટર્નશિપ કરતાં હોય છે. વિદ્યાર્થીઓને આ પ્રકારની ઈન્ટર્નશિપનો લાભ યુનિવર્સિટી ખાતે મળી રહે તે અર્થે, જીટીયુ દ્વારા સાયબર સિક્યોરીટીઝ, , ઈન્ટરનેટ ઑફ થીંગ્સ (IOT), આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ(AI) ,એન્ટરપ્રાઈઝ રીસોર્સ પ્લાનિંગ (ERP) અને ઓટોમેશન ટેક્નોલોજી ક્ષેત્રે  12 સપ્તાહની ઈન્ટર્નશિપ શરૂ કરવામાં આવી છે.
સંલગ્ન કૉલેજોના કુલ 684 વિદ્યાર્થીઓએ ઈન્ટર્નશિપ માટે પ્રવેશ પરીક્ષા આપી હતી. જેમાંથી 133 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.  જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ટેક્નિકલ યુગમાં ઔદ્યોગીક એકમોની માંગ આધારીત ટેક્નોક્રેટ્સ તૈયાર કરવા એ જીટીયુની પ્રાથમિકતા છે. વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ જ્ઞાનમાં વધારો કરવા અર્થે, આ પ્રકારની ઈન્ટર્નશિપ ખૂબ જ ફાયદાકારક નિવડશે. જીટીયુ – જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ. ડી. પંચાલે જણાવ્યું હતું કે , ઈમર્જિંગ ક્ષેત્રના તમામ અભ્યાસક્રમો અંગે વિદ્યાર્થીઓ વધુને વધુ જ્ઞાન પ્રાપ્ત કરે અને જાગૃતી કેળવાય તે અર્થે,  જીટીયુ-જીસેટ કાર્યરત રહેશે.
    
ડિગ્રી એન્જિનિયરીંગ કરતાં દરેક વિદ્યાર્થીઓ માટે 8માં સેમેસ્ટરમાં ઈન્ટર્નશિપ ફરજીયાત હોય છે. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કંપની કે ઓદ્યોગીક એકમો ખાતે આ પ્રકારની પ્રેક્ટિકલ ટ્રેનિંગ મેળવતાં હોય છે.  AI, IOT, ERP ક્ષેત્રે ઈન્ટર્નશિપ કરવા માંગતાં વિદ્યાર્થી માટે જીટીયુ અને એજ્યુનેટ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કૉમ્યુનિકેશન, આઈટી, કૉમ્પ્યુટર અને ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના 100 વિદ્યાર્થીઓની પસંદગી કરીને મશીન લર્નિંગ અને IOTના બેઝીક થી લઈને એડવાન્સ લેવલ સુધી તથા ERP સોફ્ટવેરમાં વપરાતાં એડવાન્સ ટૂલ્સની પણ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે. 
ઈન્ટર્નશિપ ઈન ઓટોમેશન ટેક્નોલોજીમાં મીકેનિકલ, EC, IT અને કૉમ્પ્યુટર વિદ્યાશાખાના 23 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવેલ છે. જેઓને સેન્સર ટેક્નોલોજી , રોબોટીક્સ , પ્રોગ્રામેબલ લોજીક કંટ્રોલરની ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે. સાયબર સિક્યોરીટીઝના ક્ષેત્રે ઈન્ટર્નિશિપ કરવા માંગતા કોમ્પ્યુટર અને આઈટી શાખાના 10 વિદ્યાર્થીઓને ડિજીટલ ફોરેન્સિક સિસ્ટમ એન્ડ નેટવર્ક સિક્યોરીટીઝ , સિક્યોરીટીઝ ઓપરેશનલ સેન્ટર , ઓપન સોર્સ ઈન્ટેલિજન્સ જેવા વિવિધ વિષયો પર પ્રેક્ટિકલ કરાવવામાં આવશે.  આ ઈન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રીઝના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મળી રહશે ઉપરાંત પ્રેક્ટિકલ અર્થે પેઈડ સોફ્ટવેર , અદ્યતન રિસોર્સિસ પણ જીટીયુ દ્વારા જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter