Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GTU જીએસપીના પ્રોફેસર્સને ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની દવામાં નાઈટ્રોસામાઈન મળ્યુ

06:06 PM May 02, 2023 | Hiren Dave

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) વર્તમાન સમયની માંગ આધારીત સંશોધન માટે સતત કાર્યરત રહે છે. એન્જિનિયરીંગ ક્ષેત્રે કે પછી ફાર્મસી ક્ષેત્રે દિન-પ્રતિદિન સમાજ ઉપયોગી સંશોધન કરવા માટે જીટીયુના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ અગ્રેસર રહે છે. તાજેતરમાં જ જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીના પ્રો.રવિસિંહ સોલંકી અને પ્રો. રવિ પટેલ દ્વારા ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની બિમારીમાં વપરાતી લોસાર્ટન અને મેટફોર્મિંનના વિવિધ સંયોજનની દવા પર કરાયેલા રીસર્ચમાં કેન્સર થવાના કારણભૂત રસાયણ “નાઈટ્રોસામાઈનની હાજરી 2 થી 30 ગણી વધારે જોવા મળી છે.

આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો .ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , ડાયાબીટીસ અને બ્લડપ્રેશર સિવાયના અન્ય રોગોમાં પણ લેવામાં આવતી દવાઓ ડૉક્ટર્સના યોગ્ય માર્ગદર્શન મુજબ જ લેવી જોઈએ. જેથી કરીને કોઈ પણ પ્રકારની આડઅસર ન થાય. આ પ્રકારનું રિસર્ચ ફાર્મા ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી નિવડશે.

યુએસ ફાર્મા માર્કેટમાં ભારત તરફથી નિકાસ કરવામાં આવે છે
આ સંદર્ભે પ્રો.રવિસિંહ સોલંકી અને પ્રો.રવિ પટેલે જણાવ્યું હતું કે, યુનાઈટેડનેશન ફૂડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશન દ્વારા વર્ષ-2018માં ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની અનેક દવાઓ કે જે યુએસ ફાર્મા માર્કેટમાં ભારત તરફથી નિકાસ કરવામાં આવે છે. જેમાં નાઈટ્રોસામાઈનની માત્રા વધારે હોવાના કારણોસર યુએસ માર્કેટમાંથી પરત ખેંચવામાં આવી હતી. જે કારણોસર અમે પણ આ વિષય પર રીસર્ચ કરવા માટે કેન્સર ફોર્મિંગ સબસ્ટન્સ માટેની એનાલિટીકલ મેથડ વિકસાવીને રીસર્ચ કરવા નક્કી કર્યું. ભારતમાં 70ટકા દર્દીઓ બ્લડપ્રેશર અને ડાયાબીટીસથી અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે. જેઓ લોસાર્ટન અને મેટફોર્મિંનના સંયોજન આધારીત દવાઓ લેતાં હોય છે.

15થી વધુ કંપનીના 60 સેમ્પલ પર પરીક્ષણ કર્યું હતું
યુનાઈટેડનેશન ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા 0.03 માઈક્રોગ્રામ,ગ્રામની માત્રામાં નાઈટ્રોસામાઈનનું પ્રમાણ કોઈ પણ દવા માટે નક્કી કરાયેલ છે. જે રીસર્ચ દરમિયાન 2થી 30 ગણુ વધારે મળી આવેલ છે. જેનાથી કેન્સર જેવા જીવલેણ રોગ થવાની સંભાવના વધી જતી હોય છે. છેલ્લા 2 વર્ષમાં યુનાઈટેડનેશન ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા વિવિધ રોગમાં વપરાતી દવાઓના 1400 જેટલાં લોટ્સ જે-તે કંપનીને પરત ખેંચવા માટે જણાવ્યું છે. જેમાં ડાયાબીટીસમાં વપરાતી મેટફાર્મિનના 256 અને બ્લડપ્રેશરમાં વપરાતી દવાઓના 1000 લોટ્સ છે. વધુમાં જણાવતાં તેમણે કહ્યું હતું કે , રીસર્ચ દરમિયાન અમે 15થી વધુ કંપનીના 60 સેમ્પલ પર પરીક્ષણ કર્યું હતું. જેમાં 0.03 માઈક્રોગ્રામ ગ્રામથી પણ 2 થી 30 ગણુ નાઈટ્રોસામાઈનનું પ્રમાણ જોવા મળ્યું હતું. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન અને ઈન્ડિયન ફાર્માકોપીયા દ્વારા પણ આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. જેથી કરીને એસીડિટીની દવામાં આ બાબતે નિયંત્રણ લાવવા માટે જણાવેલ છે.

આગામી દિવસોમાં જીટીયુ જીએસપી દ્વારા અન્ય દવાઓ પર પણ આ પ્રકારના પરીક્ષણ કરવામાં આવશે
જ્યારે ડાયાબીટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓની જરૂરીયાત આધારીત દવાનો સ્ટોક મળતો રહે તે અનુસાર જ યોગ્ય માત્રામાં નાઈટ્રોસામાઈનના નિયંત્રણ અર્થે પગલાં લેવામાં આવી રહ્યાં છે. પ્રો. રવિસિંહ સોલંકી અને પ્રો. રવિ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલાં આ રીસર્ચ પેપર્સ યુનાઈટેડનેશન અને યુનાઈટેડ કિંગડ્મથી પ્રકાશીત થતાં એલ્ઝેવિયર , વિલે પબ્લિકેશન અને ટેલરફ્રાંસીસમાં પણ પ્રકાશીત થઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં જીટીયુ જીએસપી દ્વારા અન્ય દવાઓ પર પણ આ પ્રકારના પરીક્ષણ કરવામાં આવશે

આ પણ  વાંચો- માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને હાલ કોઈ રાહત નહીં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ -હાર્દી ભટ્ટ,અમદાવાદ