+

GTU એ કરી ઈનોવેશન સંકુલ દિવસની ઉજવણી

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(GTU) દ્વારા વિદ્યાર્થીઓની ટેકનીકલ સ્કીલ , સ્ટાર્ટઅપ તથા ઈનોવેશન જેવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સંકુલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઈનોવેટ ટુ ઈમ્પેક્ટ, આઈ-સ્કેલ, પેડાગોજીકલ ઈનોવેશન અને સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ જેવી 4 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા. સંકુલ દિવસની ઉજવણીનાં પ્રસંગે મુખ્ય મહેમાન સ્થાને કુટીર, સહકાàª

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(GTU) દ્વારા વિદ્યાર્થીઓની
ટેકનીકલ સ્કીલ
, સ્ટાર્ટઅપ તથા ઈનોવેશન
જેવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સંકુલ દિવસની ઉજવણી
કરવામાં આવી હતી. જેમાં ઈનોવેટ ટુ ઈમ્પેક્ટ
, આઈ-સ્કેલ, પેડાગોજીકલ ઈનોવેશન અને સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ જેવી
4 કેટેગરીમાં એવોર્ડ આપવામાં
આવ્યા.



સંકુલ દિવસની ઉજવણીનાં પ્રસંગે મુખ્ય મહેમાન સ્થાને કુટીર, સહકાર અને મીઠા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા
હાજર રહ્યા. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે
, સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝમાં પણ અનેક પ્રકારનાં ઈનોવેશનની
જરૂરીયાત છે.
GTU નાં વિદ્યાર્થીઓ આ પ્રકારનાં
ઈનોવેશનમાં ભાગ લઈને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગવંતુ બનાવશે. શ્રેષ્ઠ 35 ઈનોવેટર્સનાં
સ્ટાર્ટઅપને એવોર્ડ આપીને સન્માનવામાં આવ્યા હતા.



GTU નાં કુલપતિ પ્રો.
ડૉ. નવીન શેઠે જણાવ્યું કે
, પ્રધાનમંત્રીશ્રી
નરેન્દ્રભાઈ મોદીની
5 ટ્રીલિયન ઈકોનોમીનાં લક્ષ્યને
હાંસલ કરવા માટે સ્ટાર્ટઅપનો ફાળો વિશેષ રહશે.
GTU હંમેશા સ્ટાર્ટઅપકર્તાને
મદદરૂપ થવા માટે કાર્યરત રહશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2011થી
GTU દ્વારા સંકુલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં
પ્રખ્યાત નિષ્ણાતોનાં હસ્તે ઈનોવેશન ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપનાર વિદ્યાર્થીઓ
તથા ફેકલ્ટીને એવોર્ડ આપીને સન્માનવામાં આવે છે. 

Whatsapp share
facebook twitter