- રાજ્યમાં GST વિભાગ આજથી મોટી કાર્યવાહી શરૂ કરશે
- બોગસ GST નંબર પકડવા માટે રાજ્યવ્યાપી ઝુંબેશ
- 1 હજાર ટીમ 2500 થી વધુ સ્થળે આજે તપાસ કરાશે
- સુરતનાં ચાર બિલ્ડરોને ત્યાં તપાસ શરૂ કરાઈ
રાજ્યમાં GST વિભાગ (GST Department) દ્વારા આજથી મોટી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ બોગસ GST નંબર (Bogus GST Number) અંગે આજથી 1 હજાર ટીમ કામે લાગશે. જીએસટી વિભાગ દ્વારા બોગસ GST નંબર પકડવા માટે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. માહિતી મુજબ, રાજ્યમાં આજે 2500 થી વધુ સ્થળે તપાસ કરાશે. જણાવી દઈએ કે, સુરતમાં (Surat) GST ચોરીની આશંકાનાં પગલે 4 બિલ્ડરને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો – Surat : ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ‘જળસંચય અભિયાન’ નો શુભારંભ, PM મોદી વર્ચ્યુઅલી જોડાયા
GST વિભાગની 1 હજાર ટીમ 2500 થી વધુ સ્થળે કરશે તપાસ
રાજ્યમાં બોગસ GST નંબર અને ટેક્સ ચોરીને લઈ GST વિભાગ (GST Department) દ્વારા આજથી મોટી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, જે હેઠળ રાજ્યભરમાં વિવિધ ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. માહિતી મુજબ, આ ઝૂંબેશ હેઠળ GST વિભાગ રાજ્યભરમાં 1 હજાર જેટલી ટીમોને કામે લગાડશે. આ ટીમો રાજ્યમાં 2500 થી વધી સ્થળે તપાસ હાથ ધરશે. રાજકોટમાં (Rajkot) 500 જેટલા સ્થળે 50 ટીમો કામે લાગશે અને બોગસ GST નંબર (Bogus GST Number), ટેક્સ ચોરીની તપાસ કરશે. જો બોગસ GST નંબર કે ટેક્સ ચોરીનો મામલો સામે આવશે તો જવાબદાર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. બોગસ GST નંબરનાં આધારે કરોડો રૂપિયાની ક્રેડિટ મેળવાનાં કૌભાંડોને અટકાવવા માટે હવે GST વિભાગ એક્શન મોડમાં આવ્યું છે.
– રાજ્યમાં GST વિભાગ આજથી મોટી કાર્યવાહી શરૂ કરશે
– બોગસ GST નંબર પકડવા માટે રાજ્યવ્યાપી ઝુંબેશ
– 1 હજાર ટીમ 2500 થી વધુ સ્થળે આજે તપાસ કરાશે
– રાજકોટમાં 500 જેટલા સ્થળે 50 ટીમ કામે લાગશે
– સુરતનાં ચાર બિલ્ડરોને ત્યાં તપાસ શરૂ કરાઈ@cgstahmedzone #Rajkot #Surat #GujaratFirst— Gujarat First (@GujaratFirst) September 6, 2024
આ પણ વાંચો – Gujarat CM ભૂપેન્દ્ર પટેલે ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેની CGDCR માં જોગવાઈઓનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો
સુરતમાં 4 બિલ્ડર્સ ગ્રૂપને ત્યાં ઝીણવટભરી તપાસ
બીજી તરફ સુરતમાં (Surat) GST ચોરીની આશંકાનાં પગલે 4 બિલ્ડરને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. માહિતી અનુસાર, સુરતનાં રૂંગટા, સુરાના, સંગિની અને પ્રમુખ ગ્રૂપની ઓફિસ સહિતનાં સ્થળોએ આ તપાસ કરવામાં આવી રહી છે. આ ગ્રૂપ દ્વારા ફ્લેટ અને દુકાનોનું વેચાણ કર્યા બાદ ઓછી GST ની ભરપાઈ કર્યાની આશંકા છે. આથી, હવે આ તમામ ગ્રૂપને ત્યાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, આ તમામ ગ્રૂપ મિલ્કતની સાઇઝ ઓછી બતાવીને ઓછો ટેક્સ ભરતા હોવાની ફરિયાદ થતાં GST વિભાગે (GST Department) તપાસ આદરી છે. વિભાગનાં અધિકારીઓ દ્વારા પાંચ વર્ષ દરમિયાન તમામ ગ્રૂપે ભરેલા રિટર્ન અને GST ની વિગત એકત્ર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો – Rajkot : પોલીસ કમિશનરે એક સાથે 8 PI ની આંતરિક બદલીનો કર્યો આદેશ, જાણો કોનું ક્યાં થયું ટ્રાન્સફર ?