+

GST Collection થી સરકારી તિજોરી છલોછલ, June 2023 થયું રેકોર્ડ જીએસટી કલેક્શન

GST Collection In June 2023: સરકારે જુન 2023ના GST Collection ના આંકડાઓ જાહેર કર્યાં છે. નાણાં મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, GST Collection જુનમાં 12%…

GST Collection In June 2023: સરકારે જુન 2023ના GST Collection ના આંકડાઓ જાહેર કર્યાં છે. નાણાં મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, GST Collection જુનમાં 12% વધીને 1.61 લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું છે.

સરકારી આંકડાઓ અનુસાર જૂન 2023માં 1,61,497 કરોડ રૂપિયા GST કલેક્શનમાં CGST 31,013 રૂપિયા રહ્યું છે. જ્યારે SGST 38,292 કરોડ રૂપિયા અને IGST 80,292 કરોડ રૂપિયા જેમાંથી 39,035 કરોડ રૂપિયા સામાનના ઈમ્પોર્ટથી કલેક્ટ કરવામાં આવ્યા છે. જુન 2023માં સેસ કલેક્શન (Cess Collection) 11,900 કરોડ રૂપિયા રહ્યું.

6 વર્ષ પહેલા 1લી જુલાઈ 2017 ના જીએસટી ટેક્સ વ્યવસ્થા લાગૂ થયા બાદથી ગ્રોસ ટેક્સ કલેક્શન ચોથી વખત 1.60 લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યો. નાણાં મંત્રાલયે કહ્યું કે, 2021-22, 2022-23 અને 2023-24ના પહેલા ત્રિમાસિકગાળા (એપ્રીલ-જુન) માટે સરેરાશ માસિક ગ્રોસ જીએસટી સંગ્રહ ક્રમશ: 1.10 લાખ કરોડ રૂપિયા, 1.51 લાખ કરોડ રૂપિયા અને 1.69 લાખ કરોડ રૂપિયા છે.

જીએસટી કલેક્શનના આંકડાઓ જણાવે છે કે તેનાથી સરકારને તગડી કમાણી થઈ રહી છે. જીએસટીના 6 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 6 વખત જીએસટી રેવન્યૂ 1.5 લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું છે. જ્યારે આ એવો ચોથો મહિનો છે જ્યારે જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાથી વધારે થયું છે. એટલું જ નહી પણ ગત મહિને એટલે કે જુન 2023 સતત 15મો એવો મહિનો રહ્યો જ્યારે સરકારે જીએસટીથી 1.4 લાખ કરોડ રૂપિયાથી વધારે રેવન્યૂ મેળવવામાં સફળતા મેળવી છે.

જુન 2023માં જીએસટી રેવન્યૂ ગત વર્ષ જુનમાં મળેલા જીએસટી રેવન્યૂની સરખામણીએ 12% વધારે છે. તેના પહેલા એપ્રીલમાં રેકોર્ડ 1.87 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ રેવન્યૂ કલેક્ટ થયું હતું જ્યારે મે મહિનામાં આ 1.57 લાખ કરોડ હતુ.

આ પણ વાંચો : નાના માણસો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, SMALL SAVING SCHEME ના વ્યાજદરો વધાર્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter