Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લીલાં કેપ્સિકમનું લીલાં મસાલા વાળું લસણિયું શાક

04:50 PM Apr 16, 2023 | Vipul Pandya

લીલું કેપ્સિકમ કોઈપણ ઋતુમાં ખાઈ શકાય છે. તેમાં કેરોટીનોઈડ્સ કરતાં વધુ ક્લોરોફિલ હોય છે. લાલ અને પીળા કેપ્સિકમ કરતાં તે ત્વચા માટે ઓછું ફાયદાકારક છે. શિમલા મરચામાં ભરપુર પ્રમાણમાં વિટામિન સી હોય છે. જેથી ત્વચાને સ્વસ્થ અને લચીલી બનાવે છે.આ ત્વચાને કરચલીઓથી બચાવે છે. કેપ્સિકમથી ખીલની સમસ્યા, ત્વચાની ડ્રાયનેસ, ડાર્ક સર્કલની સમસ્યા ઓછી થઇ જાય છે.
લીલાં કેપ્સિકમનું લીલાં મસાલા વાળું લસણિયું શાક બનાવવા માટેની સામગ્રી :
કેપ્સિકમ 
લીલી ડુંગળી પાન સાથે 
લીલાં મરચાં-આદુંની પેસ્ટ
લીલાં ટામેટાં
ડુંગળી-લસણની પેસ્ટ
મીઠું
હળદર
ધાણાજીરું
હીંગ
ચણાનો લોટ 1 ચમચી 
તેલ
લીલાં કેપ્સિકમનું લીલાં મસાલા વાળું લસણિયું શાક બનાવવા માટેની રીત : 
  • સૌ પ્રથમ કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં હીંગ નાંખીને તેમાં કાંદા, ટમેટાં અને લસણની પેસ્ટ નાંખીને સાંતળો.
  • પછી તેમાં ચણાનો લોટ સાંતળીને બધો મસાલો નાંખીને હલાવીને લીલાં કાંદા નાંખીને સાંતળવું.
  • પછી કેપ્સિકમ નાંખીને હલાવીને શાકને ચઢવા પાંચેક મિનિટ પછી શાક હલાવીને કોથમીર ભભરાવો.
  • રોટલી, ભાખરી, પરોઠા સાથે પીરસો, ચોખાના અથવા બાજરીના રોટલા સાથે પણ સાથે પણ સરસ લાગે છે.