+

Government Vehicle Track: ફરી એકવાર ખનીજ માફિયાઓ થયા સક્રિય, સરકારી વિભાગ સામે પડકાર ફેંક્યું

Government Vehicle Track: પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયા અને લાકડાની હેરાફેરી કરતાં ઈસમો દ્વારા સરકારી વાહનોની લોકેશન ટ્રેક (Location Track) કરવાનો મામલો સામે આવ્યો છે. એટલે કહી શકાય કે આ રેતી…

Government Vehicle Track: પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયા અને લાકડાની હેરાફેરી કરતાં ઈસમો દ્વારા સરકારી વાહનોની લોકેશન ટ્રેક (Location Track) કરવાનો મામલો સામે આવ્યો છે. એટલે કહી શકાય કે આ રેતી માફિયા (Mafia) અને લાકડાચોરો ફરી એક વાર સક્રિય થયા છે.

  • જાસુસીના ઓડિયો-વીડિયો મેસેજ થયા વાયરસ
  • કડક કાર્યવાહી કરવાની લેખિતમાં સૂચના મળી
  • ઘટનામાં આરોપી મહિલા હોવાની શંકા
  • 18 સભ્યો લાકડાચોર હતા

જાસુસીના ઓડિયો-વીડિયો મેસેજ થયા વાયરસ

તસ્કરો દ્વારા સરકારી અધિકારીઓના વાહનો (Government Vehicle) નું લોકેશન વોટ્સએપ ગ્રુપ (WhatsApp Group) ના માધ્યમથી એક બીજાને શેર કરતા હતા. તેનો હાલમાં એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં State Collector, SDM, મામલતદાર સહિત અન્ય સરકારી ગાડી (Government Vehicle) નું લોકેશન શેર (Location Track) કરી રહ્યા છે. સાથે જ જિલ્લાના સરકારી વાહનોનું જાસુસી કરતા ઓડિયો મેસેજ (Audio) વાયરલ થયા છે.

કડક કાર્યવાહી કરવાની લેખિતમાં સૂચના મળી

સમગ્ર મામલે ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત દ્વારા તપાસ કરી કાર્યવાહિ કરવા ખનીજ વિભાગને સૂચના આપી છે. હાલમાં જે ગુમનામ નામનો ગ્રુપ (WhatsApp Group) છે એ ગ્રુપના એડમીન સહિત વાયરલ વોટસઅપ ગ્રૂપ (WhatsApp Group) 8 લોકો સામે કાર્યવાહિ કરવા માટે લેખિતમાં સૂચના આપી દેવામાં આવી છે.

ઘટનામાં આરોપી મહિલા હોવાની શંકા

ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનામાં અને ઓડીઓ મેસેજ (Audio) માં મહિલા પણ સામેલ હોવાનુ સામે આવ્યું છે. આ વોટ્સએપ ગ્રૂપ (WhatsApp Group) માં સામેલ સભ્યો દ્વારા ઓડીઓ મેસેજ (Audio) મારફતે એક બીજાને સરકારી ગાડી (Government Vehicle) નું લોકેશન (Location Track) આપતા હતા. અગાઉ પણ ગોધરા પ્રાંતમાંથી સરકારી વાહનો પર નજર રાખતા ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી.

18 સભ્યો લાકડાચોર હતા

જેમાં કાલોલ પોલીસે એક ગ્રુપ એડમીન સહિત ગ્રુપ (WhatsApp Group) ના 18 સભ્યો સામે ફરિયાદ નોંધી હતી. આ કેસમાં ગ્રુપના એડમીન (WhatsApp Group) સહિત તમામ 18 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગ (Forest) ના અધિકારીઓની ગાડીઓ તેમજ તેઓના લોકેશન બાબતે વ્હોટસએપ (WhatsApp Group) ગ્રુપ માં માહિતી આપવામાં આવતી હતી. આ તમામ લોકો લાકડાચોર તરીકે સાબિત થયા હતા.

આ પણ વાંચો: Customer Rights: ગ્રાહક તકરાર નિવારણ પંચનો મહત્વનો ચુકાદો, મૃત્યુના કેસમાં વિધવાને 2 લાખનું વળતર

Whatsapp share
facebook twitter