GONDAL : આદ્યશક્તિ માં અંબે ની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી અને નવરાત સુધી સતત સૌ કોઈ નાના મોટા લોકો ગરબે રમી આ પર્વની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. ત્યારે ગોંડલ શહેર (GONDAL CITY) તેમજ ગ્રામ્ય વિસ્તાર ઠેર ઠેર શેરી ગલીઓ માં તેમજ મુખ્ય ચોકમાં પ્રાચીન રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગોંડલ દેવપરા ચોક ખાતે આવેલ જય અંબે ગરબી મંડળ દ્વારા છેલ્લા 48 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ જય અંબે ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગરબી મંડળ દ્વારા બાળાઓ પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી. ગરબીમાં 7 વર્ષથી 15 વર્ષ સુધીની 45 દીકરીઓ માતાજીના અવનવા પ્રાચીન રાસ ગરબા રમી માતાજીની આરાધના કરે છે. મોટી સંખ્યામાં શહેરીજનો રાસ ગરબા જોવા ઉમટી પડે છે.
ગરબીની બાળાઓ દ્વારા અવનવા રાસ રમવામાં આવે છે
જય અંબે ગરબી મંડળની નાની નાની બાળાઓ નવરાત્રીના પર્વના એક મહિના પહેલા રાસ ગરબા નાટક પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. નવરાત્રી દરમ્યાન ગરબીની બાળાઓ સુંદર તલવાર રાસ, ત્રિશુલ રાસ, ડાકલા રાસ તેમજ લીલી લીંબડી, સાફા રાસ સમગ્ર ગોંડલમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સમગ્ર આયોજન ને સફળ બનાવવા જય અંબે ગરબી મંડળના મનસુખભાઈ ટાંક, નિરલ સાટોડીયા, રીંકુ સોજીત્રા, યોગરાજસિંહ જાડેજા, હિરેન ભોજાણી, અમર ડોડીયા, પંકજ ખંઢેરીયા અને ભાસ્કર અગ્રાવત સહિત 25 થી પણ વધુ નાના મોટા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
ગરબીનું પ્રખ્યાત દૈત્ય નો હાહાકાર નાટક જોવા લોકો ઉમટી પડે છે
જય અંબે ગરબી મંડળ દ્વારા દરરોજ અવનવા નાટક જેવા કે દેશ ભક્તિ, સાંસ્કૃતિક નાટક ગરબીની નાની નાની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે તેમજ જય અંબે ગરબી મંડળનું પ્રખ્યાત અને ડરાવનું નાટક એટલે દૈત્ય નો હાહાકાર જે ગોંડલ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય ના લોકો જોવા માટે ઉમટી પડે છે. તેમજ શરદ પૂનમના દિવસે ગરબી ની બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવે છે.
અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો — GONDAL : ગોંડલી નદી કિનારે ખાડામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો