+

Gondal : રમણીય વિસ્તાર વચ્ચે આવેલું છે 350 વર્ષ જૂનું સુરેશ્વર મહાદેવ મંદિર, જાણો શું છે માન્યતા ?

પૌરાણિક સ્વયંભૂ શિવાલય સુરેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ 350 વર્ષ પુરાણા મંદિરનું નિર્માણ રાજવી સર ભગવતસિંહજીએ કર્યું હતું. એક દિવસમાં 6 વખત આરતી થાય છે. રમણીય વિસ્તારમાં આવેલા મંદિરમાં દર…
  1. પૌરાણિક સ્વયંભૂ શિવાલય સુરેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ
  2. 350 વર્ષ પુરાણા મંદિરનું નિર્માણ રાજવી સર ભગવતસિંહજીએ કર્યું હતું.
  3. એક દિવસમાં 6 વખત આરતી થાય છે.
  4. રમણીય વિસ્તારમાં આવેલા મંદિરમાં દર સોમવારે વિશેષ શણગાર થાય છે.

Gondal : આજથી પવિત્ર શ્રાવણ માસનો (Shravan) પ્રારંભ થયો છે. ભગવાન ભોળાનાથની આરાધના કરવાનો શ્રેષ્ઠ મહિનો છે. હર હર મહાદેવનાં નાદથી શિવાલયો ગુંજી ઊઠ્યા છે. ત્યારે ગોંડલ શહેરથી 4 કિલોમીટર દૂર વેરી તળાવની બાજુમાં રમણીય વિસ્તાર વચ્ચે શહેરનું અતિ પ્રાચીન પૌરાણિક સ્વયંભૂ શિવાલય સુરેશ્વર મહાદેવ (Sureshwar Mahadev) બિરાજમાન છે. 350 વર્ષ પુરાણા મંદિરનું નિર્માણ રાજવી સર ભગવતસિંહજીએ (Sarbhagavatsinhji) કર્યું હતું. શ્રાવણ માસનાં પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં ભક્તોએ આરતીનાં દર્શનનો લાભ લીધો હતો. અહીં, ગોંડલ તેમ જ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાંથી ભક્તો મહાદેવજીનાં દર્શન તેમ જ આરતીનો લાભ લે છે.

રાતથી દિવસ દરમિયાન 6 આરતી થાય છે

સુરેશ્વર મંદિર (Sureshwar Mahadev) ખાતે રાતથી દિવસ દરમિયાન વહેલી સવારનાં 3 વાગે, 5 વાગે, 7 વાગે, 8 વાગે, બપોરે 12 વાગે અને સાંજે 7 કાલાકે આરતી દર્શનનો લાભ લેવા ભક્તો ઊમટી પડે છે. વહેલી સવારથી લઈ મોડીરાત સુધી સુરેશ્વર મહાદેવ મંદિર ખાતે હર હર મહાદેવનો નાદ ગુંજતો રહે છે. પૂજારી નિખિલભાઈ જોષી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગોંડલમાં ભગવતસિંહજી બાપુએ (Sarbhagavatsinhji) શહેરમાં નવનાથ મહાદેવની સ્થાપના કરી છે. તેમાનાં એક આ સુરેશ્વર મહાદેવનું મંદિર છે. અમે છેલ્લા 15 વર્ષથી અને 3 પેઢીથી સુરેશ્વર મંદિરે પૂજા કરીએ છીએ. સવારે 8 વાગ્યાથી બપોરનાં 12 વાગ્યા સુધી સુરેશ્વર મહાદેવજીની પંચવકત્ર પૂજા થાય છે. બપોરે 12 વાગ્યે લઘુરુદ્ર બાદ મહાઆરતી થાય છે.

આ પણ વાંચો –  Gir Somnath : મંદિરમાં પ્રવેશ-નીકળવાનાં અલગ માર્ગ, ચેકિંગ માટે 3-3 લાઈન, કેશલેસ ડિજિટલ કાઉન્ટર ઊભા કરાયાં

શ્રાવણ માસમાં નિયમિત વડપૂજા, લઘુરૂદ્રનું આયોજન

અહીં, ગોંડલનાં (Gondal) રાજવી સરભગવતસિંહજી પણ નિયમિત સુરેશ્વર મહાદેવનાં દર્શન માટે આવતા નેશનલ હાઈવેથી ચાર કિલોમીટર દૂર આવેલ વેરી તળાવ પાસે આ શિવાલય આવ્યું છે. અહીં, ઐતિહાસિક ધાર્મિક અને પ્રાકૃતિક ત્રિવેણી સંગમ સર્જાય છે. મહારાજા સરભગવતસિંહજીએ ગોંડલ ફરતે અનેક શિવાલયોનું નિર્માણ કરેલ હતું. પરંતુ, સુરેશ્વર મહાદેવ અતિ પ્રાચીન મંદિર ગણાય છે. શ્રાવણ માસમાં (Shravan) નિયમિત વડપૂજા, લઘુરૂદ્રનું આયોજન થાય છે.

આ પણ વાંચો –  Valsad : ઓરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ, આ વિસ્તારમાં 400 થી વધુ ઘર સંપર્ક વિહોણા થયાં

શ્રાવણના દર સોમવારે અલગ અલગ ફૂલોથી વિશેષ શણગાર

ગોંડલથી (Gondal) આવેલા દર્શનાર્થી કિરીટભાઈ વૈષ્ણવએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 35 વર્ષથી દરરોજ સુરેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે આવું છું અને પૂજા તેમ જ આરતીનાં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવું છુ. તેમ જ સર્વે ભક્તોની મનોકામના સુરેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે. શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે સુરેશ્વર મહાદેવજીને અલગ-અલગ ફૂલોનો શણગાર કરવામાં આવે છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો –  VADODARA : SSG હોસ્પિટલમાં ડ્રાઇવરે દર્દીને ટાંકા લીધા ! વીડિયો વાયરલ

Whatsapp share
facebook twitter