+

GONDAL : સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીઅક્ષર મંદીર ગોંડલમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ અને વિરાટ વૈદિક મહાપૂજા યોજાશે

GONDAL : તા.૨૫/૦૯/૨૦૨૪,બુધવારના રોજ શ્રીઅક્ષરમંદિર આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ નિમિત્તે ભવ્ય પોથીયાત્રા યોજાઇ. જેમાં પુ.સંતો અને મોટી સંખ્યામાં પુરુષ-મહિલા હરિભક્તો, બાળકો – બાલીકાઓ સાથે યુવકો-યુવતીઓ પણ જોડાયા. સાંજે ૫:૩૦ વાગ્યે…

GONDAL : તા.૨૫/૦૯/૨૦૨૪,બુધવારના રોજ શ્રીઅક્ષરમંદિર આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ નિમિત્તે ભવ્ય પોથીયાત્રા યોજાઇ. જેમાં પુ.સંતો અને મોટી સંખ્યામાં પુરુષ-મહિલા હરિભક્તો, બાળકો – બાલીકાઓ સાથે યુવકો-યુવતીઓ પણ જોડાયા. સાંજે ૫:૩૦ વાગ્યે શ્રીઅક્ષર મંદીરથી પોથીયાત્રાનો શુભારંભ થયો. પ્રચંડ જયઘોષ સાથે ધૂન-ભજનની સુરાવલીઓ ગુંજી ઉઠી. ઠાકોરજી કલાત્મક રથ પર આરૂઢ થયા. પુ.સંતો સુશોભિત બગીમા બિરાજ્યા. યુવકો – યુવતીઓ બાઈક પર BAPSનો ધ્વજ લહેરાવી રહ્યા હતા, તો બાળકો અને બાલિકાઓ સાઇકલ સાથે યાત્રામાં સામેલ થયા. મહિલાઓ માથે પોથી અને કળશ લઈને યાત્રામાં સંમિલિત થયા.

મહાપૂજા પવિત્ર ગોંડલી નદીના કિનારે શ્રીઅક્ષરઘાટ પર યોજાશે

સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત્ સપ્તાહ તા.૨૬/૦૯/૨૦૨૪,ગુરુવારથી તા.૦૨/૧૦/૨૦૨૪,બુધવાર સુધી સાંજે ૦૮:૩૦ થી ૧૦:૩૦ વાગ્યા દરમ્યાન અને રવિવારે સાંજે ૫ થી ૭ વાગ્યા દરમ્યાન યોગીસભામંડપમ, શ્રીઅક્ષર મંદિરમાં યોજાશે. તા.૦૨/૧૦/૨૦૨૪ બુધવારને ભાદરવી અમાસે, સર્વ પિતૃ મોક્ષાર્થે વિરાટ વૈદિક મહાપૂજા, વહેલી સવારે ૫ વાગ્યે, પવિત્ર ગોંડલી નદીના કિનારે શ્રીઅક્ષરઘાટ પર યોજાશે. સર્વે નગરજનોને, શ્રીમદ ભાગવત્ સપ્તાહ અને વિરાટ વૈદિક મહાપૂજા વિધિમાં સંમિલિત થવા હાર્દિક નિમંત્રણ છે.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો — VADODARA : રાજ્યમાં પ્રથમવાર આયુર્વેદના સિધ્ધાંત મુજબ પોષણના કક્કા અને ABCD ની પરેડ યોજાઇ

Whatsapp share
facebook twitter