+

ગોંડલ: નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું

ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા મેં મહિના ના પ્રથમ ત્રણ દિવસ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યાર બાદ પાંચ દિવસ ડીમોલેશન બંધ રહ્યું હતું આજે ફરી ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.…

ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા મેં મહિના ના પ્રથમ ત્રણ દિવસ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યાર બાદ પાંચ દિવસ ડીમોલેશન બંધ રહ્યું હતું આજે ફરી ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નાની મોટી બજાર, માં ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ઓટલા અને પતરા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું જેમાં મામલતદાર, ચિફઓફિસર, PI, PSI સહિત પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

Image preview

ડીમોલેશન માં દુકાનો ના ઓટલા ના દબાણ હટાવાયા હતા
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નગર પાલીકા દ્વારા આજ સવાર થી અલગ અલગ બે ટિમો દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં નાની બજાર માં એક JCB અને 2 ટ્રેકટર, મોટી બજાર માં 1 JCB અને એક ટ્રેકટર સહિત ના વાહનો લઈને દબાણ હટાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Image preview

મોચી બજાર માં વેપારી અને તંત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી.
નગરપાલિકા તંત્ર દ્વારા ડીમોલેશન ની શરૂઆત કરતા જ મોચી બજાર માં તંત્ર દ્વારા દબાણ હટાવવા જતા વેપારીઓ રોષે ભરાયા હતા અને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો તંત્ર એ પાંચ દિવસ નો દબાણ હટાવવાનો ટાઈમ આપ્યો હોવા છતાં અમુક વેપારીઓ દ્વારા દબાણ હટાવવામાં આવ્યું ન હતું.

અહેવાલ -વિશ્વાસ ભોજાની,ગોંડલ 

આ પણ  વાંચો- કર્ણાટકની ચૂંટણીની ગરમી જામનગર સુધી પહોંચી, જાણો

 

Whatsapp share
facebook twitter