+

GONDAL : UCO બેંકના મેનેજરને શુરાતન ચડ્યું, અરજદારને મારવા દોડ્યા

ગોંડલના વછેરાના વાડા પાસે આવેલી UCO બેંકના મેનેજરે અરજદારને ઝીરો બેલેન્સથી ખાતુ ખોલવાની ના કહી તોછડાઇ કરતા અને અરજદારે દલીલ કરતા મેનેજર ઉગ્ર બની મારવા દોડતા બેંકમાં હોબાળો મચી ગયો…
ગોંડલના વછેરાના વાડા પાસે આવેલી UCO બેંકના મેનેજરે અરજદારને ઝીરો બેલેન્સથી ખાતુ ખોલવાની ના કહી તોછડાઇ કરતા અને અરજદારે દલીલ કરતા મેનેજર ઉગ્ર બની મારવા દોડતા બેંકમાં હોબાળો મચી ગયો હતો .બનાવના પગલે આગેવાનો દોડી જતા અને મેનેજરની ઉદ્ધતાઇ અંગે બેંકના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા દબંગ મેનેજરની શાન ઠેકાણે આવી હતી.દરમિયાન મેનેજરની દબંગગીરીનો વીડીયો વાયરલ થતા ચકચાર જાગી હતી.
 પ્રધાનમંત્રી યોજના સહિત અનેક યોજનાઓમાં બેંક વ્યવહાર કરતા લાભાર્થીઓને કેટલીક બેંક દ્વારા સહકાર મળતોના હોય અને ઉદ્ધત વતનનો ભોગ બનવો પડતો હોય છે.ગોંડલમાં પણ આવી ઘટના સામે આવી છે.ગોંડલના દિપકભાઇ સોલંકીને સરકારી યોજના અંતર્ગત ઝીરો બેલેન્સથી UCO બેંકમા ખાતુ ખોલાવવું હોય દેવીપુજક સમાજના આગેવાન રવિભાઈ સોલંકીને સાથે લઈ બેંકમાં ગયા હતા.
UCO BANK

UCO BANK

જ્યાં મેનેજર શ્યામલાલ ગુર્જરે ખાતુ નહી ખુલે તેવું કહેતા રવિભાઈ સોલંકીએ દલીલ કરતા મેનેજર ઉશ્કેરાઇ ગયા હતા અને બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી.દરમિયાન ક્રોધે ભરાયેલા મેનેજર શ્યામલાલ ગુર્જર પોતાની ખુરશી પરથી ઉભા થઈ રવિભાઈ તથા દિપકભાઇને મારવા દોડતા મામલો બિચક્યો હતો અને બેંક સ્ટાફને વચ્ચે પડવું પડ્યુ હતુ.બનાવ અંગે નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા,કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા,પુર્વ પ્રમુખ મનસુખભાઇ સખીયા ને જાણ થતા તેઓ યુકો બેન્ક દોડી ગયા હતા.પરંતુ ગરમ બનેલા મેનેજરે આગેવાનોને પણ નહી ગણકારતા બેંકના મુખ્ય અધીકારી,ડેપ્યુટી કલેકટર તથા કલેકટર કક્ષાએ મેનેજરના અડીયલપણાં અંગે રજુઆત કરતા અધિકારીઓએ મેનેજરને શાનમા સમજી જવા શીખામણ આપતા ઝીરો બેલેન્સથી ખાતા ખુલવા લાગ્યા હતા.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી 
Whatsapp share
facebook twitter