GONDAL : ગોંડલ (GONDAL) ની નદી કિનારે ખાડા માં દટાયેલો નવજાત શિશુ નો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરીછે. કોઈ એ અવૈધ સબંધ માં પાપ છુપાવવા નવજાત શિશુ ને દાટી દઇ કૃત્ય કર્યુ કે બીજી કોઈ કહાની છે તે અંગે પોલીસે તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.
ઘટનાનો વિડિઓ વાઈરલ થતા બનાવ સામે આવ્યો
રાજ્યમાં અવારનવાર માનવતાને શર્મસાર કરતી નવજાત શિશુને ત્યજી દેવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના ગોંડલ શહેરમાં સામે આવી છે. શહેરના ગોંડલી નદીના ખાડા માંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઈ એ ત્યાં ખાડો કરી દાટી દીધું હતું. નદીનાં કિનારે ખાડામાં દટાયેલી હાલતનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો.
સામાજિક આગેવાનએ પોલીસને જાણ કરી હતી
શહેરની સિવિલ હોસ્પિટલ સામે આવેલ નદી કિનારે નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર ઘટનાનો વિડિઓ વાઇરલ થતા અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ માધડને વાઇરલ વિડીઓની જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં સીટી એ ડિવિઝન પી.આઈ એ.સી. ડામોર સહિત સ્ટાફ ઘટના સ્થળે પોહચ્યો હતો. પોલીસે ખાડામાં દાટી દીધેલ નવજાત શિશુનો મૃતદેહ બહાર કાઢી શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અધુરા માસે બાળક નો જન્મ થયા બાદ નદી કાંઠે દફનાવાયું ?
અધુરા માસે જન્મેલા નવજાત શિશુ ને ખાડો ખોદી દાટી દેવાયુ હતુ. કોઇ પ્રસુતા ને અધુરા માસે બાળક નો જન્મ થયા બાદ તેને અજ્ઞાનતા થી નદી કાંઠે દફનાવાયું છે કે પાપ છુપાવવા કૃત્ય કરાયુ તે અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો — KUTCH : માં આશાપુરાના મઢ ખાતે શીશ ઝુકાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી