Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GONDAL : યાર્ડના વેપારી સાથે થઈ રૂપિયા 18 લાખની છેતરપિંડી, જાણો શું છે મામલો

07:00 PM Jul 09, 2024 | Harsh Bhatt

 GONDAL નવા માર્કેટ યાર્ડમાં રૂદ્ર એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા વેપારીએ કમિશન એજન્ટ નામે 600 મણ કાળાતલનો સોદો કરી એડવાન્સ 18 લાખ ચુકવી આપ્યા બાદ આજ દિવસ સુધી તલ નહીં મોકલી વેપારી સાથે છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આરોપી બે વર્ષથી GONDAL માં કમિશન એજન્ટ તરીકે કામ કરતો

પ્રાપ્ત વિગતો મુજબ, GONDAL નાં ગુંદાળા રોડ ઉપર જયેશ નગરમાં રહેતા વેપારી સાગરભાઈ ભીમજીભાઈ વૈષ્ણવ ઉ.વ.34 એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મુળ મધ્યપ્રદેશના અને હાલ ગોંડલ માર્કેટ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા યશવંતભાઈ રઘુવીરભાઈ પટેલનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને તેના ભાઈ રાજેશ ગોરધનભાઈ વૈષ્ણવે છ વર્ષ પહેલા GONDAL નવા માર્કેટ યાર્ડમાં રૂદ્ર એન્ટરપ્રાઈઝ નામની પેઢી શરૂ કરી હતી. અને તલ ધાણા, એરંડાનો વેપાર શરૂ કર્યો હતો. જ્યારે આરોપી યશવંત પટેલ છેલ્લા બે વર્ષથી ગોંડલમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતો હોય તેની સાથે ઓળખાણ થઈ હતી અને આરોપી ફરિયાદી વતી જૂદા જૂદા સ્થળેથી માલ ખરીદ કરતો હતો.

પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી

ફરિયાદી અને તેના પિતરાઈ ભાઈએ કાળા તલ લેવાનું નક્કી કર્યા બાદ કમિશનર એજન્ટ યશવંત પટેલને વાત કરતા 600 મણ તલ લેવાનું નક્કી થયું હતું અને મણના 3000 ભાવ નક્કી થયા હતાં. જે પેટે એડવાન્સમાં 10 લાખ ખાતામાં જમા કરાવ્યા હતા અને બાકીના 8 લાખ આંગડિયા પેઢી મારફતે મોકલ્યા હતાં. કાળાતલનો સોદો થઈ ગયો છે અને બે દિવસમાં તમને માલ મળી જશે તેમ કહી 15 દિવસ સુધી તલનો જથ્થો નહીં મોકલી આરોપીએ મોબાઈલ સ્વીચઓફ કરી દઈ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. આ અંગે પોલીસમાં અરજી કર્યા બાદ પોલીસે વેપારીની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો : Ambalal Patel : Z+ સિક્યુરિટી ધરાવતા નિવૃત્ત જજને સરકારે Director of Prosecution બનાવ્યા