+

Gondal : અધૂરા માસે જન્મેલા નવજાત બાળક માટે સિવિલના ડોકટર્સ બન્યા દેવદૂત

અહેવાલ  -વિશ્વાસ  ભોજાણી -ગોંડલ  Gondal ; રાજકોટ જિલ્લામાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના હેતુથી રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા ગત વર્ષે તા.૦૫ નવેમ્બર ૨૦૨૩ થી સરકારી…

અહેવાલ  -વિશ્વાસ  ભોજાણી -ગોંડલ 

Gondal ; રાજકોટ જિલ્લામાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના હેતુથી રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા ગત વર્ષે તા.૦૫ નવેમ્બર ૨૦૨૩ થી સરકારી હોસ્પિટલ ગોંડલ (Gondal)ખાત શરૂ કરવામાં આવેલા “સ્પેશ્યલ ન્યુબોર્ન કેર યુનિટ (SNCU)” એટલે કે નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર દ્વારા ગોંડલ તથા આસપાસના વિસ્તારના બાળકોને આરોગ્યની ઉત્તમ સારવાર ઘરઆંગણે જ મળી રહી છે.

 

અધુરા માસે જન્મેલા બાળકોને ફેફસા, કિડની, લીવર વગેરે જેવા અંગો વિકસતા નથી, તેમના ફેફસાં પુરતા કામ કરતા નથી. સામાન્ય રીતે જન્મ સમયે બાળકનું વજન 02  કિલો 80  ગ્રામ જેટલું હોય છે. તેનાથી ઓછા વજનના બાળકમાં બીમાર પડવાની શક્યતા વધુ હોય છે. તેમાં પણ વધુ પડતી પ્રીમેચ્યોર પ્રસુતિ અને 800  ગ્રામથી ઓછા વજનના બાળકના કિસ્સામાં બાળકના મૃત્યુની શક્યતાઓ વધી જાય છે. પરંતું યોગ્ય તબીબી સારવાર મળી રહે તો આવું બાળક પણ જીવી શકે છે. આવા જ એક કિસ્સામાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કોલીથડ ગામના એક નવજાત શિશુને ગોંડલની સરકારી હોસ્પિટનાં નવજાત શિશુ સધન સારવાર વિભાગની મદદથી નવજીવન મળ્યું હતું.

 


ગોંડલના કોલીથડ ગામે રહેતા રેનીશાબેન દિપકભાઈ ભીલ નામની પ્રસુતાએ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં અધુરા માસે અતિશય ઓછા ૧૩૦૦ ગ્રામ વજનનાં બાળકને જન્મ આપ્યો હતો. પ્રસૂતાને અગાઉ પણ અધુરા મહિને બાળકનો જન્મ થયો હતો, જે મૃત્યુ પામ્યું હોવાથી આ બાળક તેમના માટે અત્યંત ખાસ અને મહત્વનું હતું. નવજાત શિશુને ઓછા વજન અને નબળા ફેફસાના કારણે શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતા વધુ સારવાર અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે નાના બાળકો માટે શરૂ થયેલા “સ્પેશ્યલ ન્યુબોર્ન કેર યુનિટ (SNCU)” એટલે કે નવજાત શિશુ સધન સારવાર વિભાગમાં દાખલ કરવામાં આવ્યું હતું.

 

ગોંડલ (Gondal) સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.ભાલાળાની આગેવાની હેઠળ “સ્પેશ્યલ ન્યુબોર્ન કેર યુનિટ (SNCU)”ગોંડલ વિભાગના તજજ્ઞ ડોકટરઓ ડો.ભગત, ડો.માલાબેન, ડો.ફાલ્ગુન, ડો.નીલ, રેસીડેન્ટ ડો.પ્રશાંત, ડો.રામ, ડો.પ્રિયાંક તથા તમામ નર્સિંગ સ્ટાફના અથાગ પરીશ્રમ અને પ્રયત્ન થકી આ બાળકને સઘન સારવાર આપવામાં આવી હતી, જેના પરિણામે બાળક સંપુર્ણ સ્વસ્થ થતાં આ બાળકને રજા આપવામાં આવી હતી. હાલમાં આ બાળક પૂર્ણપણે સ્વસ્થ છે અને સમયસર તેનું ફોલો-અપ પણ લેવામાં આવે છે.

 

હાલમાં ગોંડલ સરકારી હોસ્પિટલના SNCU વિભાગમાં દર મહીને 30  થી 40  જેટલા અધુરા મહીને જન્મેલા, ખૂબ ઓછા વજનવાળા તથા શ્વાસમાં તકલીફ તેમજ અન્ય બીમારીવાળા નવજાત શિશુઓને સારવાર આપવામાં આવે છે.જેમાંમહીને 5  બાળકો વેન્ટીલેટર/સી-પેપની જરૂરિયાતવાળા હોય છે.ગોંડલ વિસ્તાર તથા તેની આજુ-બાજુના તાલુકાના વિસ્તારમાંથી નવજાત શિશુઓને હવે ઘર આંગણે જ સરકારી હોસ્પિટલ ગોંડલ ખાતે તમામ પ્રકારની સારવાર નિઃશુલ્ક મળી રહેતાં ગોંડલ સરકારી હોસ્પિટલ ખરા અર્થમાં સ્વાસ્થ્યનો પર્યાય બની ગઈ છે.ઉલ્લેખનીય છે કે,આ વિભાગમાં વેન્ટીલેટર, સી-પેપ મશીન,પોર્ટેબલ એકસ-રે, ઈન્કયુબેટર, મલ્ટીપારા મોનીટર 24  × 7 સેન્ટ્રલ ઑક્સિજન, ફોટોથેરાપી યુનિટ જેવા અદ્યતન સાધનો અને દવાઓથી સજજ 10 બેડની ઉપલબ્ધિ સાથે 24  × 7 બાળરોગ નિષ્ણાંત ડોકટરો, રેસીડેન્ટ ડોક્ટર્સ તથા ICU ના અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા સેવાઓ આપવામાં આવી રહી છે. જેમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય તેવી સારવાર સરકારી હોસ્પિટલ ગોંડલ ખાતે નિ:શુલ્ક આપવામાં આવે છે.

 

અગાઉ બાળકોને આરોગ્યલક્ષી સારવાર માટે રાજકોટ લઈ જવા પડતા હતા પરંતુ હવે ગોંડલમાં જ અદ્યતન સુવિધા ઊભી થઈ હોવાથી નવજાત શિશુઓને નવજીવન મળી રહ્યું છે. ગોંડલ આજુબાજુના વિસ્તારના લોકો મુશ્કેલીના સમથે આ ગોંડલ સરકારી હોસ્પિટલે ઉપલબ્ધ ઉત્તમ સારવારનો લાભ લે તેવી જિલ્લા આરોગ્ય તંત્ર વતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે. સિંઘ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

આ  પણ  વાંચો  Tarbha Dham : મહોત્સવ વચ્ચે અદભૂત પરચો! શુકનમાં શિરોમણી દેવચકલીના દર્શન Gujarat First ના કેમેરામાં કેદ

 

 

Whatsapp share
facebook twitter