Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SVPI AIRPORT : સોનાની દાણચોરી ટોળકીને ક્રાઈમ બ્રાંચે ફિલ્મીઢબે પકડી

06:04 PM Apr 05, 2024 | Bankim Patel

SVPI AIRPORT : સોનાની દાણચોરી કૌભાંડ (Gold Smuglling Racket) હંમેશા ચર્ચામાં હોય છે. નાની માછલીઓ પકડાતી હોવાના કિસ્સાઓ સમયાંતરે અખબારો અને ન્યૂઝ ચેનલોમાં જોવા મળતા હોય છે. કેન્દ્રીય એજન્સી (Central Agency) તેમજ પોલીસ એજન્સી (Police Agency) સોનાની દાણચોરીને અટકાવવા ભારે પ્રયત્નશીલ છે, છતાં સુવર્ણ અવસર છોડવા દાણચોરો તૈયાર નથી. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPI AIRPORT) ખાતેથી દાણચોરી કરતી આવી જ એક ટોળકીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) સંયુક્ત બાતમીથી 48.88 લાખના કેમિકલયુક્ત સોના (Chemical Alloyed Gold) સાથે પકડી પાડી છે.

કેવી રીતે પકડાઈ દાણચોર ટોળકી ?

FIR અનુસાર રાત્રિ ઘરફોડ ચોરી તેમજ અન્ય ગુનાઓ અટકાવવા ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ. જે. જાડેજા (PI S J Jadeja) એ તેમની ટીમને સૂચના આપી હતી. જે સૂચના આધારે તારીખ 4 એપ્રિલની વહેલી પરોઢે તેમની ટીમના 9 પોલીસ કર્મચારી અમદાવાદ શહેર (Ahmedabad City) માં પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. પરોઢે 5.05 કલાકે ટીમ એરપોર્ટ સર્કલ (Airport Circle) પાસે પહોંચી ત્યારે કોન્સ્ટેબલ કૌશિકભાઈ અને હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈને સોનાની દાણચોરી થતી હોવાની સંયુક્ત બાતમી મળી હતી. કાર નંબર સાથે મળેલી હકિકતના આધારે પોલીસ ટીમે કારની શોધખોળ હાથ ધરવા SVPI AIRPORT ટર્મિનલ-2 તેમજ આસપાસના વિસ્તારમાં તપાસ કરી પણ સફળતા ના મળી. 5.35 કલાકે ફરી વધુ એક માહિતી મળી કે, કાર એરપોર્ટ સર્કલથી ડફનાળા તરફ જાય છે. જેથી પોલીસ કર્મચારીઓએ ખાનગી વાહનોથી પીછો કરી કારને આંતરી રોકી હતી. કારમાં બેસેલા ચાર શખ્સોને નીચે ઉતારી તેમની પૂછપરછ કરી ઝડતી-તપાસ કરતા કેમિકલયુક્ત સોનું આશરે 800 ગ્રામ મળી આવ્યું હતું.

રસ્તામાં જ પૂછપરછ અને કેરિયરની અટકાયત

ક્રાઈમ બ્રાંચની ટીમે (Team Crime Branch) રસ્તામાં જ સૂત્રધાર અનંત શાહ (સોની) ની પૂછપરછ કરતાં દુબઈ/શારજહાં (Dubai Sharjah) ખાતેથી સોનું લાવવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. કબજે લેવાયેલું સોનું કેવી રીતે અને કોણ લાવ્યું તેની પૂછપરછમાં આશિષ કુકડીયા (રહે. જુનાગઢ) ની જાણકારી પોલીસને મળી હતી. આશિષ ભાડે કરેલા બાઈક પર આવતો હોવાની વિગતો પોલીસ ટીમ (Police Team) ને જાણવા મળી હતી. ગણતરીની ક્ષણોમાં જ બાઈક ડફનાળા પાસે આવી પહોંચતા આશિષ કુકડીયાને પોલીસે અટકાયતમાં લઈ લીધો હતો.

આરોપીઓમાં કોની શું ભૂમિકા ?

ટીમ ક્રાઈમ બ્રાંચે વાયા SVPI AIRPORT થી થતી સોનાની દાણચોરીના રેકેટમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. (1) અનંત શાહ (રહે. વાસણા, અમદાવાદ) UAE ખાતેથી મળતીયાઓ દ્વારા કેમિકલયુક્ત સોનાની દાણચોરી કરાવી અમદાવાદ લાવે છે. (2) આશિષ કુકડીયા (રહે. કામનાથનગર, જુનાગઢ) અનંત શાહ માટે UAE ખાતેથી સોનાની દાણચોરી કરવા માટે કેરિયરની ભૂમિકા ભજવતો. જ્યારે બનાસકાંઠાના દિયોદર તાલુકાના કોટડા ગામે રહેતો કલ્યાણ પટેલ, અમદાવાદના વાસણા ગામમાં રહેતો નવઘણ ઠાકોર તથા વાસણા બેરેજ રોડ પર રહેતો નિલેશ દેસાઈ દાણચોરી કરીને સોનું લઈને આવતો કેરિયર માલ સાથે ભાગી ના જાય તે માટે વૉચ રાખતા તેમજ રિસીવરની ભૂમિકા ભજવતા.

લાખોનું સોનું મળ્યું, રોકડમાં રૂપિયો પણ ના મળ્યો

શાહીબાગ ડફનાળા (Shahibaug Dafnala) પાસેથી પકડાયેલી દાણચોર ટોળકી (Smuggler Gang) ની ઝડતીમાં દાણચોરીના સોના સાથે કુલ 52.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે. જેમાં 48.88 લાખ રૂપિયાનું કેમિકલયુક્ત સોનું, 2.50 લાખ કિંમતની કાર અને 88 હજારની કિંમતના 8 મોબાઈલ ફોન સામેલ છે. પોલીસ બેડામાં ચર્ચા અનુસાર બે બહારગામના આરોપીઓ સહિત પાંચ શખ્સોની અંગજડતીમાં સમ ખાવા પૂરતો એક રૂપિયો પણ મળ્યો નથી.

આ પણ વાંચો – PASA : કાયદો છતાં પોલીસ રીઢા ગુનેગારો સામે કાર્યવાહી નથી કરી શકતી

આ પણ વાંચો – Cow Killing : ચોરીના ગૌવંશનું માંસ અમદાવાદમાં વેચતી ટોળકી કલોલમાંથી ઝડપાઈ