+

Gold-Silver Price: મહિનાના પહેલા દિવસે સોના-ચાંદીના ભાવમાં ફેરફાર, જાણો નવી કિંમત

સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો સોનાની કિંમત 600 રૂપિયા મોંઘી થઈ ચાંદીમાં 2000 રૂપિયાનો વધારો Gold-Silver Pric: આજે ગુરુવારે 1 ઓગસ્ટના રોજ સોનાના ભાવ(Gold-Silver Pric)માં વધારો જોવા મળ્યો હતો.…
  • સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો
  • સોનાની કિંમત 600 રૂપિયા મોંઘી થઈ
  • ચાંદીમાં 2000 રૂપિયાનો વધારો

Gold-Silver Pric: આજે ગુરુવારે 1 ઓગસ્ટના રોજ સોનાના ભાવ(Gold-Silver Pric)માં વધારો જોવા મળ્યો હતો. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 69,980 રૂપિયા છે જ્યારે મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 69,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મોટાભાગના શહેરોમાં 10 ગ્રામ સોનાની કિંમત 600 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. ચાંદીની કિંમત 86,600 રૂપિયા પ્રતિ કિલો છે. ગઈકાલની સરખામણીએ ચાંદીમાં 2000 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.

 

ચાંદીમાં ઉછાળો

ગુરુવારે સવારે સોનાની સાથે ચાંદીના સ્થાનિક વાયદાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. MCX એક્સચેન્જ પર, 5 સપ્ટેમ્બર, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી રૂ. 84,084 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી, જે 0.58 ટકા જેવા મળ્યો છે.

 

વૈશ્વિક સ્તરે સોનું

વૈશ્વિક સ્તરની વાત કરીએ તો કોમેક્સ પર સોનું 0.59 ટકા અથવા 14.60 ડોલરના વધારા સાથે 2,487.60 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. આ સિવાય ગોલ્ડ સ્પોટ 0.13 ટકા અથવા 3.17 ડોલરના ઘટાડા સાથે 2,444.43 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આ પણ  વાંચો –Share market:નિફ્ટીએ રચ્યો ઈતિહાસ…પહેલીવાર 25000 ને પાર,આ 10 શેરો બન્યા રોકેટ

ચાંદીની વૈશ્વિક કિંમત

કોમેક્સ પર ચાંદીમાં તેજી સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો અને ચાંદીની હાજરમાં ઘટાડો જોવા મળ્યો હતો. કોમેક્સ પર ચાંદી 0.35 ટકા અથવા 0.10 ડોલરના વધારા સાથે 29.04 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, ચાંદીની હાજર 0.22 ટકા અથવા 0.06 ડોલરના ઘટાડા સાથે 28.94 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

આ પણ  વાંચોIDBI Bank વેચાઇ જશે..આ કેનેડિયન ભારતીય ખરીદી શકે બેંક…

Whatsapp share
facebook twitter