Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એક સાથે અનેક ફળ આપનારું છે આ વ્રત કરશો તો દરેક મનોકામના થશે પૂર્ણ

04:19 AM Apr 19, 2023 | Vipul Pandya

હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રતનું  ઘણું મહત્વ છે. જેઠ માસનું શુક્લ પક્ષનું પ્રદોષ વ્રત, બીજા શબ્દોમાં કહીએ તો રવિ પ્રદોષ વ્રત આ વર્ષે 12મી જૂને છે. આ દિવસે બે શુભ યોગ બની રહ્યા છે. એક શિવયોગ અને બીજો સિદ્ધયોગ. આ બંને યોગ શુભ કાર્યો માટે સારા માનવામાં આવે છે. આ દિવસ શિવને સમર્પિત છે. શિવજીની આરાધના કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે.એવું માનવામાં આવે છે કે આ દિવસે મહાદેવ અને સૂર્ય ભગવાનના સંયુક્ત આશીર્વાદ મળે છે.આ દિવસે સાચા દિલથી કરવામાં આવતી પૂજા વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે. 
પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની સાથે  દેવી પાર્વતી, ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય અને નંદીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ધાર્મિક વિધિઓ થાય છે. ત્યારબાદ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. જો તમે ઇચ્છો તો, તમે શિવલિંગની પણ પૂજા કરી શકો છો આ માટે શિવલિંગને દૂધ, દહી અને ઘી જેવા પવિત્ર પદાર્થોથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યાર બાદ પાણીથી સ્નાન કરાવવામાં આવે છે.તાંબાના વાસણમાં જળ અને ખાંડ નાખીને સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે. 
આ સાથે ભગવાનને ફૂલ, બીલી ધતુરો વગેરે ચઢાવવામાં આવે છે.ત્યારબાદ ભગવાનને ભોગ ધરાવી ધૂપ-દીપ પ્રગટાવી અને ભગવાન શિવના મંત્ર, ચાલીસા અને  વ્રત કથાનું પઠન કરવામાં આવે છે. દરમ્યાન ભગવાન શિવના મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ પણ કરવા જોઇએ. પ્રદોષ કાળમાં શિવજીને પંચામૃતથી સ્નાન કરાવો. ભગવાન શિવને આખા ચોખાની ખીર અને ફળ અર્પણ કરો. આસન પર બેસીને ઓમ નમઃ શિવાયના મંત્ર અથવા પંચાક્ષરી સ્તોત્રનું 5 વખત પઠન કરો,અંતે ભગવાન શિવની આરતી ઉતારો.
પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ સ્કંદ પુરાણમાં જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ત્રયોદશી તિથિના દિવસે સાંજે ભગવાન શિવ કૈલાસ પર પ્રસન્નતાથી નૃત્ય કરે છે.
સાંજના સમયે પ્રદોષ કાળના સમયમાં ભોલેનાથની કૃપા મેળવવા માટે તેમની પૂજા કરવામાં આવે છે. જેના કારણે ભગવાન શિવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે આ દિવસે જે કોઈ વ્રત કરે છે તેની સાથે ભગવાન શિવની પૂજા કરે છે તેને ધન અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. પ્રદોષ વ્રત તમામ ઇચ્છાઓની પૂર્તિ માટે પણ રાખવામાં આવે છે. કહેવાય છે કે પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની એક ઝલક પણ આપના તમામ પાપોને સમાપ્ત કરી દેશે..અને આપને ભરપુર આશિર્વાદ અને સૌભાગ્ય પ્રદાન કરશે.